નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ આજે (બુધવાર, 6 જાન્યુઆરી) બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલની બહેન કોમલ રાજપાલને સમન્સ પાઠવ્યું છે અને તેની સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અર્જુન રામપાલના ઘરેથી કેટલીક પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી. જેના માટે પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે પરંતુ અર્જુન રામપાલે એનસીબીને આપેલી પ્રિસ્ક્રિપ્શનો નકલી હોવાનું કહેવાઈ રહ્યું છે. બ્યુરોના અધિકારીઓ પણ આ જ સંદર્ભમાં તેમની બહેનની પૂછપરછ કરશે.
એનસીબીના નવા પગલાથી માનવામાં આવી રહ્યું છે કે રામપાલની નિકટ રહેલા લોકોની સમસ્યાઓ વધી શકે છે. આ અગાઉ 21 ડિસેમ્બરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ મામલે ફરીથી અર્જુન રામપાલની પૂછપરછ કરી હતી પરંતુ બ્યુરો અધિકારીઓ તેના જવાબથી સંતુષ્ટ નથી. આ કેસમાં એનસીબીએ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાની પણ પૂછપરછ કરી છે.
અગાઉ NCBએ પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ કરી હતી. NCBની પૂછપરછમાં ભારતી સિંહ અને તેનાં પતિએ ગાંજો લેવાની વાત કબૂલી હતી. NCBએ ભારતી સિંહનાં ઘરે છાપેમારી દરમિયાન 86.5 ગ્રામ ગાંજા પણ મળી આવ્યો હતો. બાદમાં ભારતી સિંહ અને તેનાં હર્ષને મુંબઇની સ્પેશલ NDPS કોર્ટની બેલ મળી ગઇ હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
