Not Set/ સુપર ઓવર પહેલાં નિશામે ગુપ્ટિલને એવું શું કહ્યું કે બંન્ને તણાવ ભુલી હસી પડ્યા…વાંચો

ઇંગ્લેન્ડમાં હાલમાં જ વર્લ્ડકપની પૂર્ણાહૂતિ થઇ ચુકી છે. વર્લ્ડકપ ફાઇનલમાં સુપર ઓવર પહેલા ઓપનિંગ બેટ્‌સમેન માર્ટિન ગુપ્ટિલ સાથે શું વાતચીત કરી હતી તે અંગે ન્યૂઝીલેન્ડનાં ઓલરાઉન્ડ જિમી નિશામે પ્રથમ વખત ઘટસ્ફોટ કર્યો છે. બ્લેકકેપ ઓલરાઉન્ડ જિમી નિશામે કહ્યું છે કે, જ્યારે વર્લ્ડકપ ચેમ્પિયન નક્કી કરવા માટે તેઓ સુપર ઓવરમાં બેટિંગ માટે મેદાનમાં ઉતર્યા ત્યારે ગુપ્ટિલ સાથે […]

Uncategorized

ઇંગ્લેન્ડમાં હાલમાં જ વર્લ્ડકપની પૂર્ણાહૂતિ થઇ ચુકી છે. વર્લ્ડકપ ફાઇનલમાં સુપર ઓવર પહેલા ઓપનિંગ બેટ્‌સમેન માર્ટિન ગુપ્ટિલ સાથે શું વાતચીત કરી હતી તે અંગે ન્યૂઝીલેન્ડનાં ઓલરાઉન્ડ જિમી નિશામે પ્રથમ વખત ઘટસ્ફોટ કર્યો છે. બ્લેકકેપ ઓલરાઉન્ડ જિમી નિશામે કહ્યું છે કે, જ્યારે વર્લ્ડકપ ચેમ્પિયન નક્કી કરવા માટે તેઓ સુપર ઓવરમાં બેટિંગ માટે મેદાનમાં ઉતર્યા ત્યારે ગુપ્ટિલ સાથે તેણે ખાસ વાત કરી હતી. વર્લ્ડકપ જીતવા માટે સુપર ઓવરમાં ૧૬ રનની જરૂર હતી.

સુપર ઓવર માટે મેદાનમાં ઉતરતા પહેલા ગુપ્ટિલની સાથે જઇને નિશામ બેઠો હતો. તેના કહેવા મુજબ ૨૦૧૯માં ઓકલેન્ડમાં ક્લબ ક્રિકેટ એક સાથે અમે રમી ચુક્યા છે. નિશામે કહ્યું છે કે, જ્યારે તે સુપર ઓવરમાં બેટિંગ માટે ઉતર્યો હતો ત્યારે તે નર્વસ ન હતો, તેણે કહ્યુ કે હુ આ પળ માટે ઘણો ઉત્તેજિત હતો. તે દિવસ અમારો નહોતો અને અમે હારી ગયા પરંતુ અમે જે રીતે રમ્યા અને રમતને આગળ લઇ ગયા તેનો મને ગર્વ છે.

નિશામે વધુમાં કહ્યુ કે, હુ અને ગુપ્ટિલ 2009માં ક્લબ ક્રિકેટ સાથે રમી ચુક્યા છીએ. અમે બંન્નેએ 2009થી લઇને વર્લ્ડ કપ ફાઇનલ સુધી બેટિંગ જોડે કરી છે? સુપર ઓવરમાં જતા પહેલા મે તેને કહ્યુ કે,  કેવું લાગે છે.  એ પછી અમે બંન્ને હસ્યા અને પછી અમે મેદાનમાં ઉતર્યા હતા.

સુપર ઓવરમાં નિશામે એક વાઇડ સાથે ૧૩ રન બનાવી લીધા હતા. ત્યારબાદ અંતિમ બોલનો સામનો કરવા ગુપ્ટિલ આવ્યો હતો. જ્યા ગુપ્ટિલ બીજો રન દોડવાના ચક્કરમાં રન આઉટ થઇ ગયો હતો, જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમનાં પણ સુપર ઓવરમાં ૧૫ રન થયા હતા. ઇંગ્લેન્ડનાં પણ ૧૫ રન જ હતા. બંને ટીમોનાં ૧૫-૧૫ થતાં ઇંગ્લેન્ડને ફાઈનલમાં વધુ ચોગ્ગા ફટકારવા બદલ ટાઈબ્રેકરનાં આધાર પર વિશ્વ વિજેતા ટીમ જાહેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નિશામે આ વર્લ્ડકપમાં બ્લેકકેપ તરફથી રમતા શાનદાર દેખાવ કર્યો હતો. બેટ, બોલની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ તેનો દેખાવ વખાણવા લાયક હતો. ભારતની સામે સેમિફાઇનલમાં જીત વેળાએ નિશામે એક હાથે કેચ પકડીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક ઇન્ટરવ્યૂમાં નિશામે એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે પ્રથમ વખત જાહેર થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.