Not Set/ NEET-JEE પરીક્ષા/ 6 રાજ્યોને SC એ આપ્યો ઝટકો, સમીક્ષા અરજી ફગાવી

1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી JEE મેઇન અને 13 સપ્ટેમ્બરથી આયોજીત NEET UG પરીક્ષાઓને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર મંજૂરી આપી દીધી છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે JEE મેઈન અને NEET પરીક્ષાઓ દેશભરમાં તેના સમયપત્રક પર જ લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આજે છ રાજ્યોનાં છ કેબિનેટ મંત્રીઓની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. […]

Uncategorized
f380e6c73db097656012ff14c5eeaea4 1 NEET-JEE પરીક્ષા/ 6 રાજ્યોને SC એ આપ્યો ઝટકો, સમીક્ષા અરજી ફગાવી

1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી JEE મેઇન અને 13 સપ્ટેમ્બરથી આયોજીત NEET UG પરીક્ષાઓને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર મંજૂરી આપી દીધી છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે JEE મેઈન અને NEET પરીક્ષાઓ દેશભરમાં તેના સમયપત્રક પર જ લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આજે છ રાજ્યોનાં છ કેબિનેટ મંત્રીઓની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. જણાવી દઇએ કે, પરીક્ષાઓનાં પુનર્વિચારણા માટેની અરજી સુપ્રીમ કોર્ટનાં 17 ઓગસ્ટનાં હુકમની વિરુદ્ધ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

ચેમ્બરમાં ત્રણ ન્યાયાધીશની બેંચે JEE મેઈન અને NEET પરીક્ષાઓ અંગે વિચારણા કરી. જસ્ટીસ અશોક ભૂષણ, જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની ખંડપીઠ પર વિચાર કર્યા પછી, છ રાજ્યોનાં કેબિનેટ મંત્રીઓ દ્વારા JEE મેઈન અને NEET પરીક્ષાઓ પર પુનર્વિચારણા કરવા અરજીને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, 17 ઓગસ્ટનો નિર્ણય આપનાર બેંચની અધ્યક્ષતા જસ્ટિસ અરૂણ મિશ્રા કરી રહ્યા હતા, જે રિટાયર થઇ ચુક્યા છે. તેમની જગ્યા ન્યાયાધીશ અશોક ભૂષણે લીધી છે.

આ પણ વાંચો – કોરોનાએ દેશમાં એક દિવસમાં બનાવ્યા ત્રણ-ત્રણ રેકોર્ડ, જાણો કેવી રીતે…

જણાવી દઇએ કે, JEE અને NEET પરીક્ષા પર ફેરવિચારણા કરવા સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. એડવોકેટ સુનીલ ફર્નાન્ડિઝ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનાં 17 ઓગસ્ટનાં આદેશ NEET અને JEE પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ/ઉમેદવારોની સલામતી અને જીવનનાં અધિકારને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.