New Delhi News: NTA દ્વારા લેવામાં આવતી NEET UGની પરીક્ષા આજે ફરીથી લેવાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેશે. પરીક્ષામાં ફરીથી ગેરરીતિ ન થાય તે માટે તકેદારી રાખવામાં આવશે.
1563 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે. NEET UG Re-Exam સાત કેન્દ્ર પર લેવામાં આવશે, જેમાંથી છ કેન્દ્ર નવા છે. મેઘાલય, હરિયાણા, છત્તીસગઢ, ગુજરાત અને ચંદીગઢના છ કેન્દ્રો પર પરીક્ષા શરૂ થવામાં મોડું થવાને કારણે વિદ્યાર્થીઓને થયેલા સમયની ભરપાઈ કરવા માટે પરીક્ષા ફરીથી લેવામાં આવી રહી છે. વધુમાં, આ વિદ્યાર્થીઓને જે ગ્રેસ માર્ક્સ અપાયા હતા તે રદ કરાયા છે. NEET UG પરીક્ષા અગાઉ 5 મેના રોજ યોજાઈ હતી.
આ કૌભાંડના તાર અલગ અલગ રાજ્યો સાથે જોડાયેલા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ NEET UG પરીક્ષા રદ કરીને તેને નવેસરથી આયોજિત કરવા માંગણી કરી રહ્યા છે. 1563 વિદ્યાર્થીઓના સ્કોર કાર્ડ રદ કરવામાં આવ્યા છે. પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ ગ્રેસ માર્ક્સ મેળવ્યા હતા તેમની જ પરીક્ષા આજે લેવામાં આવશે. પરીક્ષાનું પરિણામ 30 જૂન પહેલા આવી જશે તેમ જાણવા મળ્યું છે.
#UPDATE | Government/NTA tells Supreme Court that a committee has been constituted to review the results of over 1,563 candidates who were awarded ‘grace marks’ to compensate for the loss of time suffered while appearing for NEET-UG. The Committee has taken a decision to cancel… https://t.co/FDqO6uJqfj
— ANI (@ANI) June 13, 2024
આ પણ વાંચો: તબીબ બન્યો સૌદાગર…સોશિયલ મીડિયા પર ફોટો મૂકી વેચવાનો કારોબાર…
આ પણ વાંચો: પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગૂ
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર! NTAની આ મોટી પરીક્ષા પણ સ્થગિત