બોલીવુડની જાણીતી ગાયિકા નેહા કક્કર સાત ફેરા ફરવા જઈ રહી છે અને તે ‘ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર’ ફૅમ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન બંધનમાં બંધાવવાની છે. ત્યારે આ પહેલા નેહા કક્કરે મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી છે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. પરંતુ આ સેરેમનીમાં નેહા કક્કરે જે લહેંગો પહેર્યો હતો તેની કિંમત જાણીને તમે ચોંકી જશો.
https://www.instagram.com/p/CGt3cJ8jcRT/?utm_source=ig_web_copy_link
આ મહેંદી સેરેમનીમાં ગાયિકા નેહા કક્કરે ફેશન ડિઝાઈનર અનિતા ડોંગરેએ ડિઝાઈન કરેલો બોટલ ગ્રીન લહેંગો પહેર્યો છે. જ્યારે રોહનપ્રીત સિંહે ગ્રીન શેરવાની પહેરી છે. મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરતા નેહાએ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘મહેંદી લગાઉંગી મેં સજના કે નામ કી.’
https://www.instagram.com/p/CGt3yZ0HXjC/?utm_source=ig_web_copy_link
એક રિપોર્ટ મુજબ, નેહા કક્કરે મહેંદી સેરેમનીમાં અનિતા ડોંગરેએ ડિઝાઈન કરેલો જે લહેંગો પહેર્યો છે તેની કિંમત 75,000 રૂપિયા છે અને ત્યારબાદ ગાયિકાના લાઈફ પાર્ટનર રોહનપ્રીત સિંહે પણ મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી છે. જે હવે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઇ રહી છે અને લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
