Iran-Israel War: ઈરાનના (Iran) 180 મિસાઈલ હુમલાના (Missile Attack) જવાબમાં ઈઝરાયેલે (Israel) હિઝબુલ્લાહ (Hezbollah) અને હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે. ઇઝરાયેલે મોડી રાત્રે બેરૂત એરપોર્ટ (Beirut Airport) નજીક હુમલો કર્યો હતો. બેરૂતનું આકાશ એક પછી એક 10 હવાઈ હુમલાઓથી ગૂંજી ઉઠ્યું. આ સાથે ઈઝરાયેલની સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ઇઝરાયેલે હમાસના વડા ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફીની હત્યા કરવાનો પણ દાવો કર્યો હતો. સૂત્રો મુજબ ઇઝરાયેલ હુમલામાં હિઝબુલ્લાહના ચીફ હાશેમ સફીદ્દીનને (Hashem Safieddine) પણ નિશાન બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલી સેનાના 17 અધિકારીઓ અને સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.
ઇઝરાયેલી સેનાએ શુક્રવારે કહ્યું કે તેણે પશ્ચિમ કાંઠે તુલકારમ પર હુમલામાં હમાસ નેટવર્કના વડાને મારી નાખ્યો છે. સેનાએ એક નિવેદનમાં હમાસ આતંકવાદીની ઓળખ ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઓફી તરીકે કરી છે. વિદેશી મીડિયા રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ઇઝરાયેલના સ્ત્રોતને ટાંકીને સફીદીન એ વ્યક્તિ છે જેને હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહનો અનુગામી માનવામાં આવે છે. આ મામલે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે ઈઝરાયેલે હજુ સુધી નિર્ણય લીધો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને સ્પષ્ટ કર્યું છે કે જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે. જો કે, જ્યારે બિડેનને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલ ઈરાનના તેલના કુવાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે તો તેણે કહ્યું કે તે આ અંગે જાહેરમાં વાત કરશે નહીં. બિડેનના નિવેદનથી વૈશ્વિક તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાનો ડર વેપારીઓને છે. “આજે કંઈ થવાનું નથી,” બિડેને કહ્યું. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂતેગુરુવારે જણાવ્યું હતું કે તેમના દેશ પાસે બદલો લેવા માટે “પુષ્કળ વિકલ્પો” છે અને “ટૂંક સમયમાં” તેહરાનને તેની તાકાત બતાવશે.
આ પણ વાંચો:નસરાલ્લાહની હત્યા બાદ હિઝબોલ્લાહની કમાન કોણે સોંપાઈ
આ પણ વાંચો:હિઝબોલ્લાહનો ખાતમો બોલાવવા ઇઝરાયેલ મક્કમ, લેબનોનમાં શરૂ ગ્રાઉન્ડ ઓપરેશન
આ પણ વાંચો:નસરલ્લાહ અંગે ઇરાની જાસૂસે જ ઇઝરાયેલને આપી હતી બાતમી