Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ કોઇપણ પ્રકારની ટેકનીકલ સ્કીલ વગર પણ હવે આ રીતે થઇ શકે વોટ્સએપ હેક, રહો સાવધાન

દુનિયાભરના દોઢ અરબથી વધારે લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે એટલે આ એપમાં થતો કંઈપણ ફેરફાર એ ભલે પછી નાનો હોય કે મોટો પણ એની સીધી અસર વોટ્સ એપ યુઝર્સ પર થાય છે. વોટ્સએપ અકાઉન્ટને હાઇજેક કરવાનો એક નવો કીમિયો સામે આવ્યો છે. રીપોર્ટસ મુજબ ઇઝરાયલમાં વોટ્સએપ અકાઉન્ટસને હાઇજેક કરવામાં આવ્યા છે જેનાં કારણે ત્યાંની સરકારી […]

October 7, 2018October 7, 2018grishma kagda
World Tech & Auto

દુનિયાભરના દોઢ અરબથી વધારે લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે એટલે આ એપમાં થતો કંઈપણ ફેરફાર એ ભલે પછી નાનો હોય કે મોટો પણ એની સીધી અસર વોટ્સ એપ યુઝર્સ પર થાય છે.

વોટ્સએપ અકાઉન્ટને હાઇજેક કરવાનો એક નવો કીમિયો સામે આવ્યો છે. રીપોર્ટસ મુજબ ઇઝરાયલમાં વોટ્સએપ અકાઉન્ટસને હાઇજેક કરવામાં આવ્યા છે જેનાં કારણે ત્યાંની સરકારી સાઈબર સિક્યુરીટી એજન્સીએ દેશભરમાં સિક્યોરીટી એલર્ટ જાહેર કર્યું છે. ZDNet ની રીપોર્ટ અનુસાર ઇઝરાયલની નેશનલ સાઈબર સિક્યુરીટી ઓથોરિટીએ એક નવા પ્રકારનાં વોટ્સએપ હાઇજેકિંગની રીતને લઈને ચેતવણી આપી છે.

આ નવી રીતમાં અટેકર ટેલીકોમ પ્રોવાઇડરનાં વોઈસ મેલનો ઉપયોગ કરે છે. જે યુઝર્સના ફોન નંબર પર વોઈસ મેલ એક્ટીવેટ હોય છે એમનાં ફોન ખતરામાં છે કારણકે તેઓ પોતાનો ડીફોલ્ટ પાસવર્ડ ચેન્જ કરી શકે નહી. મોટેભાગે યુઝર્સનો પાસવર્ડ 0000 અથવા 1234 હોય છે.

વોટ્સએપ અકાઉન્ટ હાઇજેક થવાના ચાન્સ ત્યારે રહે છે ત્યારે અટેકર કોઈ યુઝરનાં માન્ય ફોન નંબરનાં  આધારે પોતાનાં ફોનમાં વોટ્સ એપ ઇન્સ્ટોલ કરવાની કોશિશ કરે છે. સિક્યોરીટી માટે વોટ્સએપ એ નંબર પર વન ટાઇમ પાસવર્ડ એટલે કે ઓટીપી મોકલે છે. પરંતુ ઇઝરાયલના વેબ ડેવલપરનું કહેવું છે કે આ પ્રકારનાં એટેકમાં હેકર એવાં સમયે વોટ્સએપ હેક કરી શકે છે જયારે યુઝર ફોન પાસે હોતો નથી અથવા રાત્રે જયારે એ સુતો હોય છે.

કઈ રીતે થાય છે વોટ્સએપ અકાઉન્ટ હાઇજેક

મેસેજ દ્વારા યુઝરને મોકલાયેલા કોડ હેકરને ખબર ન જ હોય એટલે એ ખોટા કોડ એન્ટર કરશે એટલે ફેઈલ્ડ અટેમ્પ્ટ બતાવશે અને ત્યારબાદ વોઈસ વેરીફીકેશન માટે કોલનો ઓપ્શન આવે છે. જેમાં કોલ પર યુઝરને ઓટીપી કહેવામાં આવે છે.

જો આ સમયે યુઝર પોતાનાં ફોનથી દુર હોય કે સુતો હોય અને એણે પોતાનો ફોન જોયો નથી તો વોટ્સએપ દ્વારા દ્વારા મોકલાયેલો વેરીફીકેશન કોલ એમનાં વોઈસ મેલમાં જતો રહે છે. મોટાભાગે ટેલોકોમ પ્રોવાઇડર કંપનીઓ કોઇપણ કસ્ટમરનાં વોઈસ મેલ અકા ઉન્ટને રીમોટ એક્સેસ આપે છે એટલે આવા સમયે હેકરને માત્ર આ યુઝરનો અકાઉન્ટ પીન બતાવાનો હોય છે જે ડીફોલ્ટ હોય છે. અહીંથી ઓટીપી મેળવીને એ ટાર્ગેટનું વોટ્સએપ અકાઉન્ટ હાઇજેક કરી શકે છે.

આ પ્રકારનાં હાઈજેકીંગ માટે કોઈ ટેકનીકલ સ્કીલની જરૂરિયાત નથી એટલે આનાથી વધુ સાવધાની રાખવાની જરૂર છે. ઇઝરાયલની એજન્સીએ જણાવ્યું છે કે મોબાઈલનાં વોઈસ મેલમાં સ્ટ્રોંગ પાસવર્ડ રાખો.

 

Post navigation

જસલીન મથારુ બની બીગ બોસની પહેલી ડર્ટી બોસ
ફોનને ગરમ થતો બચાવવા અને વિસ્ફોટથી બચાવવા, ખાસ રાખો આટલી તકેદારી

More Posts

Not Set/ હવે આધાર સંબંધિત ઘણી સેવાઓ માત્ર એક SMS માં ઉપલબ્ધ થશે

November 16, 2021November 16, 2021Hemangi jani

China Corona/ ચીનમાં કોરોનાથી હાહાકારઃ એક જ દિવસમાં 3.70 કરોડ કેસ

December 24, 2022December 24, 2022jani

Not Set/ #Video: મોદીની વિરૂદ્ધ બોલતા જ પાકિસ્તાની રેલ મંત્રીને લાગ્યો વિજળીનો કરંટ

August 30, 2019September 3, 2019Bhavesh Vyas

Not Set/ સીરિયામાં 60 હજારથી વધુ લોકો ઘર છોડવા બન્યા મજબૂર, તુર્કી સતત કરી રહ્યુ છે હુમલો

October 11, 2019October 11, 2019hardik shah
ઇરાન vs અમેરિકા તણાવ વધ્યો: C-130 aircraftને મારવાનો દાવો

Iran US War/ ઇરાને અમેરિકાનું C-130 વિમાન પાડી દીધું હોવાનો દાવો!

April 5, 2026Maya Sindhav

Not Set/ બાંગ્લાદેશે વધુ 14 દિવસનો કડક અમલી લોકડાઉન લગાવ્યો

July 24, 2021garima rao

Twitter/ મસ્કની મોટી જાહેરાત, ટ્વિટરનો ‘વેરિફાઈડ બેજ’ માત્ર વાદળી નહીં પણ 3 અલગ-અલગ રંગોનો હશે

November 25, 2022Rahul Rathod

Not Set/ ભારતને મોટી સફળતા,આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર પાણીની હાજરી માટેના પુરાવા કર્યા એકત્ર

August 12, 2021Bhavini vasani
ગ્લોબલ સાઉથ કોઈની વિરુદ્ધ નથીઃ PM મોદી

Ethiopia News/ ઇથોપિયાની સંસદમાં PM મોદીએ વૈશ્વિક વ્યવસ્થાઓમાં સુધારાની માંગ કરી

December 18, 2025Pansara Shruti

કોરોના અપડેટ/ ચીન બાદ હવે જાપાન અને અમેરિકામાં પણ કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 5.37 લાખ નવા કેસ

December 22, 2022December 22, 2022mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy