Pune: ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કિવી ટીમે 113 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે કિવીઝે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ 12 વર્ષ બાદ હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સિરીઝ હારી છે. ટીમની છેલ્લી હાર 2012માં ઇંગ્લેન્ડ સામે થઈ હતી. આ સિરીઝ હાર સાથે જ ભારતીય હોમગ્રાઉન્ડના વર્ચસ્વનો 4331 દિવસ પછી અંત આવ્યો છે.
શનિવારે મેચના ત્રીજા દિવસે 359 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 245 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં કિવીઝે 259 રન બનાવ્યા હતા અને ભારતે 156 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનરે પહેલી ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમ લગભગ દાયકા કરતાં પણ વધુ સમય સાથે ટેસ્ટ શ્રેણી હારી છે. આ સાથે ઘરઆંગણે ભારતના પ્રભુત્વનો અંત આવ્યો છે. ભારતની ટીમ આગામી મહિને ઓસ્ટ્રેલિયા પાંચ ટેસ્ટની શ્રેણી રમવા જવાની છે તે પહેલા ઘરઆંગણે આ પરાજય ભારતીય ટીમના મનોબળ પર નોંધપાત્ર ફટકો મારશે. આના પગલે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતના વિજયની સંભાવનામાં અત્યારથી જ નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. કેપ્ટન રોહિત શર્મા બેટ વડે સતત નિષ્ફળ જવાની સાથે કેપ્ટન્સીમાં પણ સતત જઈ રહ્યો છે. તેથી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો પરાજય કદાચ તેની કેપ્ટન તરીકેની કારકિર્દીનો અને ટેસ્ટ પ્લેયર તરીકેની કારકિર્દીનો અંત લાવી શકે છે.
આ પણ વાંચો: જર્મનીએ ભારતીયો માટેના સ્કિલ્ડ વિઝામાં નોંધપાત્ર વધારો કર્યો
આ પણ વાંચો: ચેન્નાઈમાં શાળામાં ગેસ લીક થતા 30 વિદ્યાર્થીઓ બીમાર
આ પણ વાંચો: ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુ સામે NIA દ્વારા મોટી કાર્યવાહી, આ મિલકતો જપ્ત
