ન્યૂઝીલેન્ડની સાંસદ જુલી એન જેન્ટરની આંતરરાષ્ટ્રીય મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ચર્ચામાં રહવાનું કારણ તેની હિંમત છે. મહત્વનુ છે કે રવિવારે વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડ્યા પછી, તે પોતે સાઇકલ પર સવાર થઈને હોસ્પિટલ પહોંચી હતી. તેમજ તેણે એક કલાક પછી બાળકને જન્મ આપ્યો. જે અંગે તેણીએ ફેસબુક પેજ પર છોકરીને જન્મ આપવાની માહિતી પણ શેર પણ કરી હતી.
જુલી એન જેન્ટરે બાળકીને જન્મ આપ્યા બાદ તેના ફેસબુક પેજ પર લખ્યું, ‘સવારે 3:04 વાગ્યે અમારા પરિવારના સૌથી નવા સભ્યનું સ્વાગત થયું . હું ખરેખર પ્રસૂતિની પીડામાં સાયકલ કરવાનું વિચારટી પણ નહતી, પરંતુ તે થયું. જુલીએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘જ્યારે હું સવારે 2 વાગ્યે હોસ્પિટલ જવા નીકળી ત્યારે વધારે દબાણ નહોતું, મને વધારે દુખાવો પણ થતો ન હતો, પરંતુ 10 મિનિટ પછી અચાનક જ તીવ્ર દુખાવો થયો. જોકે હવે મારી પાસે એક સ્વસ્થ અને સુખી બાળકી સૂતી છે.
જુલી એન જેન્ટર કોણ છે
50 લાખની વસ્તી ધરાવતો આ દેશ જમીન સાથે જોડાયેલા નેતાઓને કારણે જાણીતો છે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન થોડા સમય પહેલા તેમની ત્રણ મહિનાની બાળકી સાથે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજરી આપી હતી. તે સમયે તે સ્તનપાન પણ કરાવતી હતી. તે સમયે તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી.
