ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શનિવારે ત્રીજા દિવસે રમતનું બીજું સત્ર શરૂ થયું છે. ન્યૂઝીલેન્ડને પહેલા સેશનમાં બે આંચકા લાગ્યા હતા. લંચ બાદ ન્યૂઝીલેન્ડે બે વિકેટે 197 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટોમ લાથમ 82 રને અણનમ છે. વિલિયમસનનાં આઉટ થયા બાદ રોસ ટેલર બેટિંગ કરવા આવ્યો છે. ન્યૂઝીલેન્ડ હાલમાં ભારતનાં સ્કોરથી 148 રન પાછળ છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 345 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – IND Vs NZ / ભારતીય ટીમનાં 16 બેટ્સમેન જેમણે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી હતી સદી, અહી જુઓ તેમની યાદી
કાનપુરનાં મેદાનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. કિવી બોલરોએ ભારતને 345 રન પર રોકી દીધું હતું અને પછી જ્યારે તે બેટિંગ માટે આવ્યા ત્યારે તેમણે પ્રથમ વિકેટ માટે 151 રન બનાવ્યા હતા. જેનું પરિણામ એ આવ્યું કે ટોમ લાથમ અને વિલ યંગે ભારત સામે રેકોર્ડ બનાવ્યો. બન્નેએ મળીને 89 ઓવર રમી હતી અને તેની ભાગીદારીથી તેમણે ભારત સામે બીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારી કરી છે. અગાઉ 2003-04માં રિચર્ડસન અને વિન્સેન્ટે મોહાલીમાં પ્રથમ વિકેટ માટે 231 રનની ભાગીદારી કરી હતી. વિલ યંગ અને લાથમની જોડી આ રેકોર્ડ તોડી શકી હોત, પરંતુ અશ્વિને તે થવા દીધું નહીં. તેણે શાનદાર બોલ પર વિલ યંગને આઉટ કર્યો. ન્યૂઝીલેન્ડની બોલિંગની વાતી કરીએ તો ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનાં દિગ્ગજ ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ વિકેટનાં મામલે ભારતીય ટીમ સામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. ટિમ સાઉથી ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. ટિમ સાઉથીએ ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 94 વિકેટ લીધી છે અને તેણે ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ હેડલીનાં નામે હતો. તેણે 92 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – IPL / Retention યાદી તૈયાર થાય તે પહેલા Chris Gayle ની ધમાકેદાર બેટિંગ, જુઓ Video
સાથે જ આ રેકોર્ડ એવો પણ બન્યો છે કે 2016 પછી ઓપનિંગ બેટ્સમેનોએ 50થી વધુ ઓવર બેટિંગ કરી હતી. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડનાં કૂક અને હમીદનાં નામે હતો. અને હવે આ રેકોર્ડ કિવી ટીમનાં ઓપનરોએ તોડી નાખ્યો છે. અત્યારે મેચની વાત કરીએ તો ભારતે સતત વિકેટ લેવી પડશે. જેથી કિવી ટીમ પર દબાણ લાવી શકે. ત્રીજા દિવસે બેટિંગ કરવી આસાન નહીં હોય. સ્પિનની જાળ ફેલાવવાની સંપૂર્ણ જવાબદારી ભારતનાં સ્પિનર પર રહેશે.
