Not Set/ મરજાવાનું નવુ પોસ્ટર થયુ રિલીઝ, રિતેશ અને સિદ્ધાર્થ એક અલગ અંદાજમાં દેખાયા

મરજાવા ફિલ્મનાં મેકર્સે આજે એક પોસ્ટર રિલીઝ કર્યુ છે, જેમા રિતેશ અને સિદ્ધાર્થ એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. દર્શકોને લાંબા સમય બાદ ફરી એકવાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખની જોડી ફિલ્મ ‘મારજાવા’ માં જોવા મળશે. ફિલ્મ એક વિલેન બાદ આ બીજી વખત બંને સ્ટાર્સ એક ફિલ્મમાં જોવા મળશે. આપને જણાવી દઇએ કે, […]

Uncategorized
2019 8image 11 40 313156784cover ll મરજાવાનું નવુ પોસ્ટર થયુ રિલીઝ, રિતેશ અને સિદ્ધાર્થ એક અલગ અંદાજમાં દેખાયા

મરજાવા ફિલ્મનાં મેકર્સે આજે એક પોસ્ટર રિલીઝ કર્યુ છે, જેમા રિતેશ અને સિદ્ધાર્થ એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. દર્શકોને લાંબા સમય બાદ ફરી એકવાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખની જોડી ફિલ્મ ‘મારજાવા’ માં જોવા મળશે. ફિલ્મ એક વિલેન બાદ આ બીજી વખત બંને સ્ટાર્સ એક ફિલ્મમાં જોવા મળશે.

આપને જણાવી દઇએ કે, આજે ફિલ્મનાં નિર્માતાઓએ મરજાવાનું નવું પોસ્ટર બહાર પાડ્યું છે. જેમાં બંને સ્ટાર્સ સાથે જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં રિતેશ લાંબી દાઢીમાં જોવા મળી રહ્યો છે જ્યારે સિદ્ધાર્થ એકશન અવતારમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. મિલન મિલાપ ઝવેરીની મરજાવા આ વર્ષે 8 નવેમ્બરનાં રોજ રિલીઝ થશે. જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે રિતેશ અને સિદ્ધાર્થ એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. અગાઉ આ બંને એક વિલનમાં કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. શ્રદ્ધા કપૂર પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

ફિલ્મના ડિરેક્ટર મિલાપ મિલન ઝવેરીએ કહ્યું હતું કે, ” મરજાવા ‘એક શક્તિશાળી એક્શન, લવ સ્ટોરી છે જે સિદ્ધાર્થ અને રિતેશ વચ્ચેની લડાઇને મુખ્ય રીતે પ્રકાશિત કરે છે. રિતેશ એક વામન વિલનની ભૂમિકા નિભાવી રહ્યો છે અને તેના VFX તરફથી આશા રાખવામાં આવી રહી છે કે તે લોકોને તે ગમશે. આ એકશન, રોમાંસ, ડાયલોગ અને મસાલાથી ભરેલી ફિલ્મ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.