મુંબઈ
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બનેના રિલેશનશિપ પર હાલ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે આ ચર્ચામાં હવે નવો વળાંક આવ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં તે બંને લગ્ન કરવાના છે. જો તે બંનેમાંથી કોઈ પણ દ્વારા આ વાતનો ખુલાસો નથી કરવામાં આવ્યો.
હમણાં છેલ્લા ઘણા દિવસોથી તે બંને સાથે ફરી રહ્યા છે તેટલું જ નહી પરંતુ તેમનો એકબીજાનો હાથ પકડેલો ફોટો પણ વાયરલ થઇ રહ્યો છે.

આ કપલ ટૂંક જ સમયમાં પોતાનું રીલેશન ઓફીશીયલ રીતે જાહેર કરવાના છે તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ મલાઈકાને આ વિશે પૂછતા તે તેવો જવાબ આપે છે કે તેઓ માત્ર સારા મિત્રો જ છે.

મલાઈકા અને અર્જુન હમણાં થોડા દિવસ પહેલા એક ટીવીના રિયાલીટી શોમાં હાથમાં હાથ નાખીને એન્ટ્રી કરી હતી. આ શોમાં અર્જુનના ડાન્સ ને જોઇને લોકોએ તે બનેના રીલેશનની ચર્ચાઓ ચાલુ કરી દીધી છે.
ફિલ્મફેરના રીપોર્ટ પ્રમાણે તે બંને એકબીજાને ઘણા પસંદ કરે છે. બંનેમાંથી કોઈએ જાહેરમાં તેમના રીલેશન વિશે ક્યારેય વાત નથી કરી.
