Not Set/ FIFA U17 : ભારત અંડર-૧૭ વર્લ્ડ કપમાંથી બહાર

કોલંબિયા સામેના લડાયક દેખાવ બાદ આખરી મેચમાં જોરદાર સંઘર્ષની આશા જગાવનારા ભારતના અંડર-૧૭ ફૂટબોલરો ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નહતા અને ઘાના સામે ૦-૪થી હારી ગયા હતા. આ સાથે ભારત તેની ત્રણેય મેચો હારીને ઘરઆંગણે ચાલી રહેલા ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ભારતનો અમેરિકા સામે ૦-૩થી અને કોલંબિયા સામે ૧-૨થી પરાજય […]

Sports

કોલંબિયા સામેના લડાયક દેખાવ બાદ આખરી મેચમાં જોરદાર સંઘર્ષની આશા જગાવનારા ભારતના અંડર-૧૭ ફૂટબોલરો ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નહતા અને ઘાના સામે ૦-૪થી હારી ગયા હતા. આ સાથે ભારત તેની ત્રણેય મેચો હારીને ઘરઆંગણે ચાલી રહેલા ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ભારતનો અમેરિકા સામે ૦-૩થી અને કોલંબિયા સામે ૧-૨થી પરાજય થયો હતો. આખી ટુર્નામેન્ટમાં ભારત તરફથી એકમાત્ર ગોલ જેક્સન થોઉનાઓજેમે ફટકાર્યો હતો. ભારત સામેની જીત સાથે ઘાનાએ ટુર્નામેન્ટમાં બીજો વિજય મેળવ્યો હતો અને નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. અન્ય મેચમાં અમેરિકાને ૧-૩થી કોલંબિયાએ હરાવ્યું હતુ.

ન્યુઝિલેન્ડ સામે માલીનો વિજય

નવી દિલ્હીમાં રમાયેલી અંડર-૧૭ ફૂટબોલ વર્લ્ડ કપની મેચમાં ન્યુઝીલેન્ડે ૩-૧થી ન્યુઝિલેન્ડને પરાજય આપ્યો હતો. આ સાથે માલીની ટીમે નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. રાજધાનીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં માલીએ મેચની ૧૮મી મિનિટે જ જીદ્દાઉ સાલામના ગોલને સહારે સરસાઈ મેળવી લીધી હતી. ન્યુઝિલેન્ડે મેચમાં પાછા ફરવા માટે જબરજસ્ત પ્રયાસ કર્યા હતા, પણ તેઓ માલીના ડિફેન્સને બીટ કરી શક્યા નહતા. બીજા હાફમા માલીએ વધુ આક્રમક મિજાજ દર્શાવતા વધુ બે ગોલ ફટકાર્યા હતા. જેમોસા ટ્રાઓરે અને લાસાના એન’ડિયેએ ગોલ ફટકાર્યા હતા.

તુર્કીને હરાવીને પેરાગ્વે રાઉન્ડ ઓફ ૧૬માં

ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરતાં પેરાગ્વેએ તુર્કી સામે નવી મુંબઈમાં રમાયેલી મેચમાં ૩-૧થી વિજય મેળવ્યો હતો. આ સાથે પેરાગ્વેએ વર્લ્ડ કપમાં સતત ત્રીજો વિજય નોંધાવ્યો હતો. સાઉથ અમેરિકન ફૂટબોલ ટીમે ત્રણ મેચમાં કુલ ૧૦ ગોલ ફટકાર્યા છે અને તેઓ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશવા ફેવરિટ મનાય છે. તેઓ અગાઉ માલીને ૩-૨થી અને ન્યુઝીલેન્ડને ૪-૨થી હરાવી ચૂક્યા છે. આજની તુર્કી સામેની મેચમાં જીઓવાની બોગેડો, ફર્નાન્ડો કારડોઝો અને એન્ટોનીયો જેલેનોને ગોલ ફટકાર્યા હતા.

આજના મુકાબલા

૧. કોસ્ટા રિકા વિ. ઈરાન
પંડિત જવાહર લાલ નેહરૃ સ્ટેડિયમ, ગોવા
૨. જર્મની વિ. ગિની
જવાહરલાલ નહેરુ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, કોચી
૩. બ્રાઝિલ વિ.નાઈઝર
પંડિત જવાહર લાલ નેહરૃ સ્ટેડિયમ, ગોવા
૪. સ્પેન વિ. ઉત્તર કોરિયા
જવાહરલાલ નહેરુ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, કોચી