અભિનેત્રી નિયા શર્મા હંમેશા તેના ગ્લેમરસ ફોટા અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ વીડિયોએ ફરી એકવાર ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. વીડિયોમાં, નિયા રાત્રે સુમસામ ગલી પર ડાન્સ કરતી જોવા મળી છે. આ વીડિયોમાં તે તેના મિત્ર સાથે જોવા મળી રહી છે.
વીડિયોમાં નિયા અને તેની મિત્ર બ્લેક કલરના આઉટફિટમાં પોતાની ગ્લેમરસ સ્ટાઇલ બતાવતા નજરે પડે છે. વીડિયોમાં, તમે જોઈ શકો છો કે બંને અંગ્રેજી સોંગ નૃત્ય કરી રહ્યા છે. વીડિયોમાં ફક્ત સ્ટ્રીટ લાઇટ ચાલુ છે અને બંનેની કાર રસ્તા પર પાર્ક કરેલી જોવા મળી રહી છે. આ વીડિયોમાં નિયા શર્મા ખૂબસૂરત લાગી રહી છે. વીડિયોની શરૂઆતમાં, નિયા પહેલા કેટવોક અને પછી તેના કાતિલ ડાન્સ મૂવ્સથી તમામ હૃદય જીતી લે છે.
આ તસવીર જોઇને લાગે છે કે શ્રદ્ધા કપૂર બોયફ્રેન્ડ રોહન સાથે જલ્દી કરશે લગ્ન?
View this post on Instagram
નિયાના વીડિયો જ્યારે આવે ત્યારે વાયરલ થાય છે. નિયાની હોટનેસે પહેલા ખૂબ હોબાળો મચાવ્યો હતો. આ પહેલા તેણે સ્વિમિંગ પુલની બાજુમાં મધ્યરાત્રિએ કેટવોક કરીને પોતાનો વીડિયો શેર કર્યો હતો. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો.
આલિયા ભટ્ટની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ની વધી મુશ્કેલીઓ, હવે ફિલ્મને લઇને ઉઠી રહી છે માંગ
View this post on Instagram
નિયાની કારકિર્દી વિશે વાત કરીએ તો નિયાએ સીરિયલ કાલી દ્વારા ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. બાદમાં નિયા શર્મા સીરિયલ એક હજારો મે મેરી બહેના હૈમાં જોવા મળી હતી, જેના કારણે તેણે ઘણી લોકપ્રિયતા પણ મેળવી હતી.
View this post on Instagram
નિયા આજકાલ વેબ શો ‘જમાઈ રાજા 2.0’ પર જબરદસ્ત ચર્ચામાં છે. આ વેબ શોમાં તે ફરી એકવાર રવિ દુબે સાથે જોવા મળશે. આ વખતે નિયા આ શોમાં ખૂબ જ બોલ્ડ અને ઈન્ટીમેટ કિસિંગ સીનમાં જોવા મળશે.
