Not Set/ NID માં 14 યુવતીઓ સહિત 29 વિદ્યાર્થીઓ નશાની હાલતમાં ઝડપાયા

અમદાવાદઃ પાલડીમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (IND) માં અભ્યાસ કરતા 29 વિદ્યાર્થીઓ નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી જવા પામ્યો છે. 29 વિદ્યાર્થીઓમાં 14 યુવતી અને 15 યુવકો હતા. એક બાજુ દારૂબંધીના કડક બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યામાં દારૂનું વેચાણ પોલીસની રહેમ નજર હેઠળ બેફામ થઇ રહ્યુ હોવાનું જણાય છે. NID માં દેસભરમાંથી વિદ્યાર્થીઓ […]

Uncategorized
aba95d48 f54c 4a64 b5b5 a765a5a71f21 NID માં 14 યુવતીઓ સહિત 29 વિદ્યાર્થીઓ નશાની હાલતમાં ઝડપાયા

અમદાવાદઃ પાલડીમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (IND) માં અભ્યાસ કરતા 29 વિદ્યાર્થીઓ નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી જવા પામ્યો છે. 29 વિદ્યાર્થીઓમાં 14 યુવતી અને 15 યુવકો હતા. એક બાજુ દારૂબંધીના કડક બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યામાં દારૂનું વેચાણ પોલીસની રહેમ નજર હેઠળ બેફામ થઇ રહ્યુ હોવાનું જણાય છે. NID માં દેસભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. ત્યારે શૈક્ષણીક સંસ્થામાંથી દારૂ પીધેલી હાલતમાં વિદ્યાર્થીઓનું પકડાવું અનેક સવાલો ખડા કરે છે. રાજ્યમાં અવનાર દારૂ પકડાવાથી રાજ્ય સરકારે કડક બનાવેલા દારૂબંધી પોલ ખોલે છે.

અંગેની વધુ વિગતો એવી છે કે, પોલીસે એનઆઇડી કેમ્પસમાં રાતે દોઢ વાગ્યે રેડ પાડી હતી અને વિદ્યાર્થીઓને પાલડી પોલીસ સ્ટેશન લવાયા હતા. જોકે, હજુ સુધી વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવાયા નથી. પોલીસ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસ દારૂ ક્યાંથી લવાયો હતો, તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, એનઆઇડીના સત્તાધીશો મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.