આત્મકથા/ નીના ગુપ્તાએ પોતાની આત્મકથા “સચ કહું તો” માં કામ માંગવા અંગે કર્યા ખુલાસા

નીના ગુપ્તાએ કર્યો ખુલાસો

Entertainment

નીના ગુપ્તાએ પોતાની આત્મકથા ‘સચ કહૂં તો’ માં ખુલાસો કર્યો છે કે ઇન્સ્ટાગ્રામ પર કામ પૂછ્યા બાદ તે શરમ અનુભવી હતી. હકીકતમાં, નીના ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ 2017 માં શેર કરી હતી.આ સાથે તેણે લોકોને કામ માટે પૂછ્યું હતું.નીના ગુપ્તાએ તાજેતરમાં આત્મકથા ‘સચ કહૂં તો’ રિલીઝ કરવામાં આવી છે.આમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલી વાતો જણાવી છે.

નીના ગુપ્તાની આત્મકથા સચ કહૂં  તો નું વિમોચન કરિના કપૂરે કર્યો હતો. પુસ્તકમાં નીના ગુપ્તાએ તેમના જીવનને લગતી ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ લખી છે.નીના ગુપ્તાએ પોતાની વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે તે એક અભિનેત્રી છે અને મુંબઈમાં રહે છે. પુસ્તકમાં લખ્યું છે કે આ પોસ્ટ શેર કર્યા પછી  શરમ અનુભવી હતી.

આ અંગે નીની ગુપ્તાએ જણાવ્યું હતું કે હું મીડિયાને સંભાળી શકતી હતી ,મારા મિત્રો મને પુછી રહ્યા હતા કે શું હું બરાબર છું. શું મારૂ લગ્નજીવન ઠીક છે. તે પણ હું સંભાળી લેત પરતું મને સૌથી વધારે ડર મારી પુત્રી અને ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાને લઇને હતો કે તે શુ કહેશે પરતું તેેમની પુત્રીએ પણ તેમની પોસ્ટ શેર કરી હતી આ આવતથી હું દંગ રહી ગઇ હતી.