રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 262 નવા કોરોના કેસ નોધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,21,431 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે અત્યાર સુધીમાં લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 776 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની 8,04,668સંખ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7,230 છે.
સરકાર રસીકરણ અભિયાન પણ જોરશોરથી ચલાવાઇ રહ્યું છે.આજના દિવસમાં ગુજરાતમાં હેલ્થકેર વર્કર્સ પૈકી 752 ને પ્રથમ,3084 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. તો બીજી તરફ 34981 નાગરિકોને પ્રથમ અને 34685 નાગરિકોને બીજો ડોઝ અપાયો હતો. જ્યારે 18-45 વર્ષનાં કુલ 180083 નાગરિકોને પ્રથમ અને 1411 નાગરિકોને બીજો ડોઝ અપાયો છે.


