Varanasi News: ભાજપ અધ્યક્ષ નીતિન નવીને (Nitin Nabin) બુધવારે વારાણસીમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દિલ્હીમાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી અસામાજિક તત્વોના મુદ્દે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. નવીને સવાલ કર્યો કે તેઓ આખરે કોની લડાઈ લડી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.
Nitin Nabin: ઘુસણખોરોને ભારતની જનતા હક નહીં આપવા દે
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનએ કહ્યું કે વિપક્ષ જે ઘુસણખોરોને હક અપાવવાની વાત કરી રહ્યો છે, તેમને ભારતની જનતા ક્યારેય હક નહીં આપવા દે. તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધતા કહ્યું કે તેઓ કોની લડાઈ લડી રહ્યા છે, એ સવાલ ઊભો થાય છે. મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) અંગે તેમણે કહ્યું કે જો તેના દ્વારા આવા લોકોનાં નામ મતદાર યાદીમાંથી હટાવાય અને તેને લઈને લોકશાહી પર સવાલ ઉઠાવાય, તો સવાલ વિપક્ષ પર જ ઊભો થાય છે. નવીને ઉમેર્યું કે આ અરાજકતાવાદી વિચારસરણીનો જવાબ દેશની જનતા આપશે.
યોગી આદિત્યનાથે અરાજકતાના જૂના દિવસો યાદ કર્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પહેલાં રાજ્યમાં અરાજકતાનો માહોલ હતો અને તે સમયની તસવીર સૌને ડરામણી લાગતી હતી. તેમણે દાવો કર્યો કે આજે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ માફિયા માટીમાં મળી ગયા છે.
હિમંતા સરમાની રાહુલ ગાંધીને ચેતવણી
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યું કે જ્યાં સુધી ભારતમાં સનાતનની શક્તિ છે, ત્યાં સુધી તેઓ નરેન્દ્ર મોદીનો વાળ પણ વાંકો કરી શકશે નહીં.
ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિપક્ષનું પ્રદર્શન
આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે દિલ્હીમાં વિપક્ષી સાંસદો જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર વૈધ ચૂંટણી કમિશનર નથી અને તેમણે પદ છોડવું પડશે. મંગળવારે INDIA ગઠબંધનના સાંસદોએ આ મુદ્દે કૂચ પણ કાઢી હતી.
આ પણ વાંચો:નીતિન નવીનની નવી ટીમની જાહેરાત: વસુંધરા રાજે, રામ માધવ અને સ્મૃતિ ઈરાનીને મળી મહત્વની જવાબદારી
આ પણ વાંચો:ગુજરાત મુલાકાત દરમિયાન નીતિન નવીનનો કડક સંદેશ: “બે પગલાં નીચે ઉતરી કામ કરો, તો જ પરિણામ મળશે”
આ પણ વાંચો:નીતિન નવીનનો ગુજરાત પ્રવાસ: રિવરફ્રન્ટ પર નવા અવતારમાં દેખાયા
