@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ,અમદાવાદ
કોરોનાકાળમાં એનર્જી બુસ્ટર

——————————————————
દેશ માટે 1લી ફેબ્રુઆરી અતિ મહત્વનો દિવસ.દેશનાં અર્થતંત્રનાં લેખા જોખા રજૂ કરાયા.દેશમાં વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કરાયું.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યા.જો કે સમગ્ર બજેટ દરમિયાન કયાંક કભી ખુશી-કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો.
કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરાયું

——————————————————-
દેશમાં 2021-22નું કેન્દ્રીય સામાન્ય બજેટ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કર્યુ.ત્રીજી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યુ.વર્ષ 20211-22નું સામાન્ય બજેટ રજૂ કરાયું.મહત્વની વાત એ સામે આવી કે પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરાયું જેમાં કોરોનાકાળમાં અર્થતંત્રને વેગવંત બનાવવા પ્રયાસ કરાયા.
મિડલ ક્લાસ વર્ગને કોઇ રાહત નહીં

——————————————————-
આજે સામાન્ય બજેટમાં મિડલ કલાસ મેનને કોઇ રાહત ના જોવા મળતાં સામાન્ય માણસમાં કોઇ ખુશી ના જોવા મળી કારણકે આવકવેરાની મર્યાદા વધારવામાં આવે તેવી આશા પર પાણી ફરી વળ્યુ.જો કે 75 વર્ષની વયનાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત આપવામાં આવી. 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં પડે.માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ આપવામાં આવી છે.
મોબાઇલથી માંડી આ વસ્તુ મોંઘી થશે

——————————————————-
આ બજેટથી સામાન્ય માણસને મોટી અસર થશે કારણકે મોંઘવારી વધવાના સંકેત મળી રહ્યાં છે.મોબાઇલ ફોન,ચાર્જર અને ઇલેકટ્રોનિક ઉપકરણો મોંઘા થાય તેવી પણ શકયતા છે.મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે જેને કારણે મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા છે તો બીજી બાજુ સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ છે.સોના-ચાંદી સસ્તું થવાની શકયતા વ્યકત કરાઇ છે.લોખંડ-સ્ટીલ સસ્તું થશે.તો સામે ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ છે જેની અસર ઓટો સેકટર પર જોવા મળી શકે છે. આ સાથે જ પેટ્રોલમાં પ્રતિ લિટર 2.5 રૂપિયા કૃષિ સેસ લગાડાયો છે.ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લિટર સેસ લાગૂ કરાયો છે.જો કે સામાન્ય ગ્રાહકોને આની અસર નહીં થાય તેવા અહેવાલ પ્રાપ્ત થયા હતા.
શેરબજારે બજેટને આપી સલામી

———————————————————–
સમગ્ર બજેટમાં આ ઉપરાંત ખેડૂતોથી માંડીને કાશ્મીર માટે પણ વિશેષ યોજનાની જાહેરાત કરાઇ.બજેટની વિવિધ ફાળવણી કરાઇ.સમગ્ર બજેટને શેરબજારે સલામી આપી હતી.શેરબજારમાં બજેટ બાદ સેન્સેકસમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી હતી.સેન્સેકસમાં 2000 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.આમ સમગ્ર બજેટ અર્થતંત્રને વિકાસને વેગ આપનારું બની રહેશે તો બીજી બાજુ મિડલ કલાસ મેન માટે કભી ખુશી કભી ગમ જેવું આ બજેટ સાબિત થયું હતું.
