Not Set/ ઉત્તર કોરિયાનો અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટોનો ઇનકાર

ઉત્તર કોરિયાએ ગુરુવારે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પરમાણુ મુદ્દા પર વાટાઘાટ કરવામાં તેનો કોઈ રસ નથી, જ્યાં સુધી તે તેની પ્રતિકૂળ લશ્કરી કાર્યવાહીને બંધ ન કરે. દરમિયાન, ઉત્તર કોરિયાએ ચેતવણી પણ આપી હતી કે દક્ષિણ કોરિયા અને યુ.એસ. દ્વારા કરવામાં આવેલા એક ખતરનાક અને અસામાન્ય લશ્કરી પગલાથી કોરિયન દ્વીપકલ્પમાં નવા શીત યુદ્ધની શરૂઆત […]

Top Stories World
koriya ઉત્તર કોરિયાનો અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટોનો ઇનકાર

ઉત્તર કોરિયાએ ગુરુવારે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પરમાણુ મુદ્દા પર વાટાઘાટ કરવામાં તેનો કોઈ રસ નથી, જ્યાં સુધી તે તેની પ્રતિકૂળ લશ્કરી કાર્યવાહીને બંધ ન કરે. દરમિયાન, ઉત્તર કોરિયાએ ચેતવણી પણ આપી હતી કે દક્ષિણ કોરિયા અને યુ.એસ. દ્વારા કરવામાં આવેલા એક ખતરનાક અને અસામાન્ય લશ્કરી પગલાથી કોરિયન દ્વીપકલ્પમાં નવા શીત યુદ્ધની શરૂઆત થશે. આ રીતે, દ્વીપકલ્પમાં ફરી તણાવ જોવા મળી રહ્યો છે.

ઉત્તર કોરિયાની સરકારની ન્યૂઝ એજન્સીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું છે કે, દક્ષિણ કોરિયાએ અમેરિકા સાથે હાલ માં જ સંયુક્ત લશ્કરી કવાયત બાદ વિશિંગ્ટન થી અત્યાધુનિક ટોહી  લશ્કરી વિમાન AF 35 A ખરીદવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રવક્તાએ કહ્યું કે આ ગંભીર ઉશ્કેરણી છે અને કોરિયન દ્વીપકલ્પમાં બંને પક્ષો વચ્ચે સંયુક્ત ઘોષણાઓ અને લશ્કરી કરારનું  સરેઆમ ઉલ્લંઘન છે.

ઉત્તર કોરિયાએ યુએસ-દક્ષિણ કોરિયાના સૈન્ય દાવપેચ સામે વિરોધમાંઉત્તર કોરિયા છ મિસાઇલોનું પરીક્ષણ કરીને મુકાબલો વધાર્યો છે. પ્રવક્તાએ કહ્યું, “યુ.એસ. સૈન્ય પગલાથી કોરિયન દ્વીપકલ્પમાં સ્થાયી અને કાયમી શાંતિ માટે સંવાદની સંભાવના ઓછી થઈ રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.