હવે ઉત્તર અને મધ્ય ગુજરાતને પોતાની તાકાતનો પરચો બતાવશે. ગાંધીનગરથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, નડીયાદ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાશે
ગઈકાલે રાત્રે દીવ-મહુવા વચ્ચે દરિયા કાંઠે તાઉ-તે વાવાઝોડું ટકરાયું હતું. અને ત્યારબાદ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોને ધમરોળી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે હાલમાં વાવાઝોડું અમદાવાદ પહોંચ્યું છે અને એકાદ કલાકમાં અમદાવાદ ઉપરથી પસાર થશે. હાલમાં વાવાઝોડાની આંખનો ભાગ અમદાવાદ ઉપરથી પસાર થઇ રહ્યો છે. જેને લઇ ભારેથી અતિ ભારે પવન ફૂંકાશે .
તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. અમદાવાદ સહીત આસ પાસના વિસ્તારોમાં હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાતના મહેસાણા બાજુ ફંટાશે . આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 70 થી 80 કિ.મી./કલાક રહેશે, આ ઝડપ 90 કિ.મી./કલાક સુધી વધી શકે છે.
મહેસાણા
તાઉતે વવાજોડા ની મહેસાણા માં અસર શરૂ થઈ ચુકી છે. મહેસાણા માં ભારે પવન સાથે વરસાદ નું જોર વધ્યું છે. અચાનક પવન ની અને વરસાદ ની ગતિ વધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાંજે ૫ વાગ્યાની આસપાસ વાવાઝોડું મહેસાણા પરથી પસાર થશે. સમગ્ર પંથક માં લાઈટો ગુલ થઈ છે.
ગાંધીનગરમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. શહેરમાં ભારે પવન ફૂંકાયો છે. ગામડાઓમાં ઘરના પતરા ઉડી ગયા છે. કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા.
સાબરકાંઠા
સાબરકાંઠામાં પણ તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી છે. ભારે વરસાદ અને પવન ને લઇ એસટી બસોના તમામ રૂટ બંધ કરાયા છે. એસટી બસોના રૂટ બંધ કરાતા મુસાફરો અટવાયા છે. જિલ્લામાંથી જતી તમામ બસો કરાઈ છે.
ખેડા-
ખેડા નડિયાદમાં પણ ભારે પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યોછે. ભારે વરસાદ ને પગલે ગાડી પણ ગરનાળા માં ફસાઈ ગી હતી. ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી.
પાટણ
પાટણ રાધનપુર STની બસોના રૂટ બંધ કરાયા છે. વાવાઝોડાને લઇને રૂટ બંધ કરાયા છે. પવન સાથે ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે.
બનાસકાંઠા
બનાસકાંઠામાં વાવાઝોડાના પગલે બસ સેવા બંધ કરાઈ છે. વાવાઝોડાની અસરથી જિલ્લાના 14 તાલુકામાં બસ સેવા ઠપ છે. જિલ્લામાં 173 શિડયુલની 650 રૂટ બંધ થયા છે. તમામ બસોને નજીકના ડેપોમાં બસ ખસેડાઇ છે.
