અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભાગવાન રામનાં મંદિર હવે બનશે તે વાતને લઇને ભક્તોમાં ઘણી ખુશી જોવા મળી રહી છે. પરંતુ બીજી તરફ અયોધ્યામાં ભગવાન રામનું નહી પણ વિશ્વ હિન્દુ પરિષદનું એક કાર્યાલય બનશે તેવુ એક નિવેદન દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય આપ્યું છે.
તેમણે કહ્યુ કે, ‘અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવામાં નથી આવી રહ્યું, પરંતુ આગામી દિવસોમાં અહી વિશ્વ હિન્દુ પરિષદનું એક કાર્યાલય બનશે. મંદિર તે બનાવે છે જે રામમાં માને છે. તેને આરાધ્ય માને છે.’ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી શનિવારે સાંજે માગ મેળામાં મૌની અમાવસ્યા સ્નાન માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. મનકામેશ્વર મંદિરમાં તેમણે તમામ મુદ્દાઓ પર પત્રકારો સાથે અનૌપચારિક વાતચીતમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે, માત્ર ભગવો પહેરીને સનાતન ધર્મમાં કોઈ માનતું નથી. પ્રયાગરાજમાં બે મહાપુરૂષો સાથે ભગવાન રામની મૂર્તિ મુકવામાં આવી હતી. ભગવાન રામ કોઈ મહાપુરુષ નહીં પણ ભગવાન છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આમાં એક પણ વ્યક્તિ નથી કે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે.
તેમણે વધુમાં કહ્યુ કે, અમે જે ટ્રસ્ત બનાવ્યુ હતુ તેમા હિંદુ પ્રતિનિધિ હતા. શંકરાચાર્ય ઉપરાંત, રામાનંદાચાર્યા અને અખાડાનાં સભ્યો હતા, પરંતુ વર્તમાન ટ્રસ્ટમાં એવા લોકોને રાખવામાં આવ્યા છે, જેઓ પ્રાણ પ્રતિષ્ઠા શું કરશે. અમારો ઉદ્દેશ પૂજા સ્થળ બનવાનો હતો, આંદોલનની વાતો લખવાનો ન હતો. શંકરાચાર્યએ ધન સંગ્રહ અંગે પણ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આ લોકો પૈસા લે છે પણ તેનો હિસાબ નથી દેતા. તેમણે સવાલ કર્યો કે, સોનાની ઇંટમાંથી લીધેલા પૈસાનો હિસાબ ક્યાં છે?
કૃષિ આંદોલન / ચક્કાજામ કરવા રસ્તે ઉતરેલા ખેડૂતો પર પોલીસે કરી કાર્યવાહી
UN / ખેડૂત આંદોલનના પડઘા સંયુક્ત રાષ્ટ્રમાં પડ્યા, બંને પક્ષોને સંયમ રાખવા સલાહ
ષડયંત્ર / ‘જો મને કોઇ 5 કરોડ આપે તો હુ PM મોદીને મારી નાખીશ’, જાણો કોણે કરી આ પોસ્ટ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
