Election/ PM મોદીની ભત્રીજીને BJP એ ન આપી ટિકિટ, સોનલ મોદીએ કહ્યું આવું…

મદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ની આગામી ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોના નામની સૂચિ બહાર પાડી છે, પરંતુ તેમાં સોનલ મોદીનું નામ નથી.

Ahmedabad Gujarat Trending

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદીને અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી માટે ભાજપની ટિકિટ મળી નથી. હકીકતમાં, પાર્ટીએ નવા નિયમો ટાંકીને ઉમેદવારોને ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ની આગામી ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોના નામની સૂચિ બહાર પાડી છે, પરંતુ તેમાં સોનલ મોદીનું નામ નથી.

સોનલ મોદીએ મંગળવારે પત્રકારોને જણાવ્યું કે તેમણે એએમસીના બોડકદેવ વોર્ડથી ચૂંટણી લડવા માટે ભાજપ પાસે ટિકિટ માંગી છે. ગુરુવારે મોડી રાતે ભાજપે જાહેર કરેલી યાદીમાં સોનલને બોડકદેવ અથવા અન્ય કોઈ વોર્ડમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા નથી. જ્યારે ભાજપના પ્રદેશ એકમ અધ્યક્ષ સી.આર. પાટિલને સોનલ મોદીને ટિકિટ ન આપવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નિયમો દરેક માટે સમાન છે.

નોંધપાત્ર વાત એ છે કે, ગુજરાત ભાજપે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આગામી ચૂંટણીઓમાં પક્ષના નેતાઓના સબંધીઓને ટિકિટ આપવામાં આવશે નહીં. જો કે, સોનલ મોદીએ કહ્યું કે ‘મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી તરીકે નહિ, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માગી છે. મને ટિકિટ આપવી કે નહિ તે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જ નક્કી કરાશે. પાર્ટી દ્વારા મને કોઈપણ કામગીરી આપવામાં આવશે તે હું કરીશ.

આપને જણાવી દઈએ કે, ચોટીલામાં પત્રકારો સાથે વાત કરતાં પ્રહ્લાદ મોદીએ કહ્યું કે, “મારી દીકરી લોકતાંત્રિક દેશમાં રહે છે, સોનલ સ્વતંત્ર વયસ્ક છે. કદાચ એને અહેસાસ હોય કે તેના કાકા વડાપ્રધાન છે અને માટે તેને ફાયદો મળવો જોઈએ. ભાજપી સંસદીય બોર્ડ નરેન્દ્ર મોદીને કેટલું સન્માન આપે તે સ્પષ્ટ થઈ જશે, અથવા મારી દીકરીને કેટલું મહત્વ મળે છે. મને વિશ્વાસ છે કે નરેન્દ્ર ભાઈની ભાવના અને પાર્ટી અધિકારીઓની નરેન્દ્રભાઈ પ્રત્યે ભાવના સ્થાપિત થઈ જશે.” જણાવી દઈએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ મહિને બે તબક્કામાં સંપન્ન થનાર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો