Not Set/ નથી અટકી રહી દેશમાં બળાત્કારની ઘટના : રાજસ્થાનમાં 5 લોકોએ સગીરા પર ગુજાર્યો બળાત્કાર

દેશભરમાં રોજને રોજ સામે આવી રહલી બળાત્કારની ઘટનાઓતી દેશભરમાં રોષનું વાતાવરણ છે. સામાન્ય લોકોથી લઈને નેતાઓ સુધીના અને સંસદ સુધીમાં આવી ઘટનાઓની નિંદા કરવામાં આવી રહી છે. ત્યારે હેવાનો દ્વારા ફરી પોત પ્રકાશવામાં આવ્યું છે. અને હવે રાજસ્થાનથી બળાત્કારનો નવો કિસ્સો બહાર આવ્યો છે. રાજસ્થાનના બરાનમાં એક સગીરા પર 5 લોકોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. […]

Top Stories India

દેશભરમાં રોજને રોજ સામે આવી રહલી બળાત્કારની ઘટનાઓતી દેશભરમાં રોષનું વાતાવરણ છે. સામાન્ય લોકોથી લઈને નેતાઓ સુધીના અને સંસદ સુધીમાં આવી ઘટનાઓની નિંદા કરવામાં આવી રહી છે. ત્યારે હેવાનો દ્વારા ફરી પોત પ્રકાશવામાં આવ્યું છે. અને હવે રાજસ્થાનથી બળાત્કારનો નવો કિસ્સો બહાર આવ્યો છે.

રાજસ્થાનના બરાનમાં એક સગીરા પર 5 લોકોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના અંગે ડેપ્યુટી એસપી જોગીન્દરસિંહે જણાવ્યું હતું કે તમામ આરોપી વિરુધ પોસ્કો એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ડેપ્યુટી એસપી જોગીન્દરસિંહે કહ્યું કે, “આરોપીઓ સામે આઈપીસીની કલમ 376 ડી.એ., પોસ્કો એક્ટની કલમ 5/6 અને એસસી / એસટી એક્ટની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.”

દેશમાં અને રાજ્યમાં ઉપરા છાપરી બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. દેશભરમાં લોકો રોષમાં જોવામાં આવી રહ્યા છે. સરકાર અને પોલીસ દ્વારા તમામ કોશિશો છતા દેશમાં બળાત્કારની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઇ રહી અને ગુરુવારે જ ગુજરાતમાં પણ બે બળાત્કારની ઘટના સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.