Cricket/ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં રોહિત કે કોહલી નહી પણ આ ખેલાડી કરશે Captaincy

કોહલી અને રોહિત નહી પણ કોઇ અન્ય ખેલાડી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં કેપ્ટનશિપ કરશે. જણાવી દઇએ કે, અજિંક્ય રહાણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બે ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચમાં ભારતની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.

Sports
અજીક્યા રહાણે

ટીમ ઈન્ડિયાનાં ટેસ્ટનાં વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશિપ કરતા જોવા મળશે. કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમે અને તેની ગેરહાજરીમાં રહાણે ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે રોહિત શર્મા પણ પ્રથમ ટેસ્ટ મેચમાં આરામ કરી શકે છે. T20 વર્લ્ડકપ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાશે આવશે. અહીં ન્યૂઝીલેન્ડ ભારત સામે 3 T20 અને બે ટેસ્ટ મેચ રમશે. T20 સીરીઝ માટે ભારતીય ટીમે ટીમનાં નવા કેપ્ટનની જાહેરાત કરી છે. રોહિત શર્મા હવે T20 સીરીઝમાં ટીમની કમાન સંભાળશે.

અજિક્યા રહાણે

આ પણ વાંચો – T20 World Cup / એવુ શું બન્યુ કે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન અચાનક ટ્રેન્ડ થવા લાગ્યા MS Dhoni? જાણો કારણ

T20 વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ઈન્ડિયાનાં પ્રવાસે આવશે, જ્યા તેઓ 3 T20 અને બે ટેસ્ટ મેચ રમશે. બે ટેસ્ટ મેચ માટે કહેવામાં આવી રહ્યુ હતુ કે રોહિત શર્મા કેપ્ટનશિપ કરી શકે છે પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે કોહલી અને રોહિત નહી પણ કોઇ અન્ય ખેલાડી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં કેપ્ટનશિપ કરશે. જણાવી દઇએ કે, અજિંક્ય રહાણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બે ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચમાં ભારતની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. વિરાટ કોહલી બીજી ટેસ્ટમાં ટીમમાં વાપસી કરશે. આપને જણાવી દઈએ કે, આ પહેલા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, T20 સીરીઝની કેપ્ટનશિપ કરનાર રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરશે.

પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર રોહિત શર્માને આ ટેસ્ટ સીરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે વર્કલોડને ઓછો કરવા માટે વર્લ્ડકપ પછી T20ની કેપ્ટન્સી ls છોડી દેશે. હવે સમાચાર છે કે વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. જો કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમમાં નહીં હોય તો ટીમની કપ્તાની અજિંક્ય રહાણેને સોંપવામાં આવી શકે છે. વળી, ટેસ્ટમાં પણ ટીમની કેપ્ટનશિપ માટે રોહિત શર્માનાં નામની ચર્ચા થઈ રહી છે. પરંતુ અજિંક્ય રહાણે માટે તકો વધુ છે.

અજિક્યા રહાણે

આ પણ વાંચો – T20 World Cup / જીત બાદ લગ્નમાં આવેલા નારાજ ફૂવાની જેમ કેમ બેઠો રહ્યો James Neesham? હવે આપી આ પ્રતિક્રિયા

બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ટીમમાં વાપસી થતાં જ ટીમની કમાન તેને સોંપવામાં આવશે. આપને જણાવી દઇએ કે, T20 સીરીઝની પ્રથમ મેચ 17 નવેમ્બરે જયપુરમાં રમાશે. જ્યારે બીજી મેચ 19 નવેમ્બરે રાંચીમાં રમાશે અને ત્રીજી મેચ 21 નવેમ્બરે કોલકાતામાં રમાશે. ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 25-29 નવેમ્બર વચ્ચે કાનપુરમાં રમાશે. વળી, બીજી મેચ 3-7 ડિસેમ્બર વચ્ચે મુંબઈમાં રમાશે. આપને જણાવી દઈએ કે, અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં ભારતે સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતી હતી. આ પહેલા વર્ષ 2017માં ધર્મશાલા ટેસ્ટમાં રહાણેએ પોતાની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને જીત અપાવી હતી. રહાણેએ અત્યાર સુધી પાંચ ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. જેમા ચાર મેચમાં જીત અને એક મેચ ડ્રો રહી હતી.