fire safety/ ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

સાથે ફાયર બ્રિગેડ દ્વારા હાલના સમયે પણ અલગ અલગ પાસાઓ પર ડ્રાઇવ કામગીરી તો ચાલુ જ રાખી છે જેમાં ભૂલકાઓ વિદ્યાર્થીઓનું પરિવહન કરતા વાહનોનું…..

Top Stories Gujarat Breaking News
Image 2024 06 20T115903.172 ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

@હિરેન ચૌહાણ

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ભાવનગર શહેરમાં આવેલી 44 જેટલી સરકારી કચેરીઓ તથા અન્ય મળી કુલ 264 બિલ્ડીંગના ધારકોને ફાયર સેફ્ટીના અભાવે નોટીસો ફટકારવામાં આવી છે. આવા એકમ ધારકોને ફાયર બ્રિગેડ દ્વારા દિવસ 15 ની મુદત આપવામાં આવી છે. જો 15 દિવસની અંદર ફાયર સેફ્ટી સહિતના સાધનો ઇન્સ્ટોલેટ કરવામાં નહીં આવે અને બીયુ પરમિશન લેવામાં નહીં આવે તો સીલ સહિત દંડાત્મક કાર્યવાહી માટે મિલકત ધારકોને નોટિસ ફટકરવામાં આવી છે.

WhatsApp Image 2024 06 20 at 11.52.59 AM ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

રાજ્યમાં રાજકોટના TRP ગેમ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી તથા આકસ્મિક બનાવોના સમયે જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તથા રેસ્ક્યુ કરીને સરળતાથી લોકોનો જીવ બચાવી શકાય તે માટે સમગ્ર રાજ્યમાં ફાયર બ્રિગેડને આદેશો આપવામાં આવ્યા છે કે તમામ પ્રકારના વ્યવસાયિક એકમો સાથોસાથ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીની પૂર્તિ સુવિધાઓ તથા જીવન રક્ષક સાધનો હાજર હોવા જરૂરી છે. જેના કારણે છેલ્લા એકાદ માસથી અલગ અલગ શહેરો તથા મહાનગરોમાં ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ સહિતની ધનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે.

WhatsApp Image 2024 06 20 at 11.55.13 AM ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

જે અન્વયે ભાવનગર શહેરમાં આજ સુધીમાં સેંકડો વ્યવસાયી એકમો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ તથા અન્ય કોમર્શિયલ બિલ્ડીંગોને સીલ સહિતની કામગીરી કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં ફાયર બ્રિગેડ દ્વારા શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધરી 44 જેટલી સરકારી કચેરીઓને નોટિસ ફટ કરવામાં આવી છે આ કચેરીઓમાં યુનિવર્સિટી બહુમાળી ભવન સહિતના સરકારી એકમો પણ સામેલ છે જેના હોદ્દેદારોને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નોટિસ ફટકારી 15 દિવસની મુદત આપવામાં આવી છે અને આ પંદર દિવસમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો વસાવી લેવા સાથે આપાતકાલીન સમયે જરૂરી એવા બચાવના માધ્યમો સ્ટેન્ડ ટુ રાખવા આદેશ કર્યો છે એ સાથે શહેરમાં વિવિધ દુકાનો તથા અન્ય એકમો મળી સરકારી તથા બિનસરકારી મળી કુલ 264 જેટલી મિલકતોના આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

WhatsApp Image 2024 06 20 at 11.55.19 AM 1 ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

સાથે ફાયર બ્રિગેડ દ્વારા હાલના સમયે પણ અલગ અલગ પાસાઓ પર ડ્રાઇવ કામગીરી તો ચાલુ જ રાખી છે જેમાં ભૂલકાઓ વિદ્યાર્થીઓનું પરિવહન કરતા વાહનોનું ચેકિંગ તેમજ ઓફિસો દુકાનો જ્ઞાતિની વાડીઓ સહિતના એકમોમાં ફાયર સેફ્ટી અંગેના પર્યાપ્ત સવલતો માધ્યમો ઉપલબ્ધ છે કે કેમ તે અંગેની બારીકાઈ પૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ આ કામગીરીનો વેપારી વર્ગ તથા મિલકત ધારકોએ પ્રારંભિક તબક્કામાં વિરોધ કર્યો હતો અને કમિશનર કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત તથા ગાંધીનગર ખાતે પણ રજૂઆતો કરવામાં આવી હતી.

WhatsApp Image 2024 06 20 at 12.01.48 PM ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

પરંતુ જ્યારે લોકોના જીવનો સવાલ હોય ત્યારે તંત્ર કે અધિકારીઓ લેશમાત્ર નમતું જોખવા માટે તૈયાર નથી અને નિયમોનું કડકાઈ પૂર્વક પાલન કરાવવામાં કોઈ પણ જગ્યાએ હસતાક્ષેપ કરવાનું ઉચિત નથી માની રહ્યા ત્યારે મિલકત ધારકો અને વ્યવસાયકારો દ્વારા ફાયર સેફટી બીયુ પરમિશન અંગેના નિયમો સહિતની તલસ્પર્શી માહિતી મેળવી વહેલામાં વહેલી તકે ફાયર સેફટી અને બીયુ પરમિશન લેવા માટે ભારે દોડધામ કરતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય આથી કમિશનર કલેકટર સહિતના અધિકારીઓએ આવી કચેરીઓના હોદ્દેદારોને વહેલામાં વહેલી તકે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવા કડક આદેશો કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાશે ભગવાનની જળયાત્રા, 22 જૂને પૂજા વિધિ કરાશે

આ પણ વાંચો: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમ પણ ગઈ હતી TRP ગેમઝોનમાં, વીડિયો સામે આવ્યો…