Rajkot News: TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને મહત્વની માહિતી સામે આવી છે. માહિતી મુજબ, ભારતીય ક્રિકેટ ટીમ પણ TRP ગેમઝોનમાં ગઇ હતી. હાલ પોલીસ તપાસ થઈ રહી છે, જેમાં જાણવા મળ્યું છે કે શ્રેયસ અય્યર, અમન ખાન સહિત અન્ય ખેલાડીઓ વર્ષ 2022માં ગેમઝોનમાં ગયા હતા. TRP ગેમઝોનના ઇન્સ્ટાગ્રામમાં વીડિયો મૂકાયો હતો.
TRP ગેમઝોનના ઇન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, શ્રેયસ ઐયર, અમન ખાન, સીરાજ પાટીલ, સમસ મૂલાની, સૂર્યન્સ સેડગી અને હાર્દિક તોમર પણ ગેમઝોનમાં ગયા હતા. ઓક્ટોબર 2022માં ઇન્સ્ટાગ્રામમાં વીડિયો અપલોડ થયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસશે
આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર
આ પણ વાંચો: કેબિનેટે ગુજરાત, તમિલનાડુમાં કુલ રૂ. 7,453 કરોડના ખર્ચ સાથે ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટને મંજૂરી આપી
