Arrest/ કુખ્યાત ગેંગસ્ટર સુખ બિકરીવાલની દિલ્હી એરપોર્ટથી ધરપકડ

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરતા કુખ્યાત ગેંગસ્ટર સુખ બિકરીવાલની આજે દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. બિકરીવાલને દુબઈથી ભારત લાવવામાં આવેલ છે….

India

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરતા કુખ્યાત ગેંગસ્ટર સુખ બિકરીવાલની આજે દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. બિકરીવાલને દુબઈથી ભારત લાવવામાં આવેલ છે. દિલ્હી પોલીસનાં વિશેષ સેલ દ્વારા દિલ્હીમાં ઉતરતી વખતે બિકરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે, આરોપ છે કે બિકરીવાલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી માટે કામ કરે છે અને તે આઈએસઆઈનાં કહેવા પર લોકોની હત્યા કરવાતો હતો. અહેવાલ મુજબ, બિકરીવાલ લાંબા સમયથી ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે પણ સંકળાયેલા છે. જણાવી દઈએ કે, બિકરીવાલને આ મહિને દુબઇમાંથી અટકાયતમાં લેવામાં આવેલ હતા, ત્યારબાદ ભારતની એજન્સીઓએ તેને ભારત લાવવાનું કામ શરૂ કર્યું હતું. બિકરીવાલની પૂછપરછ દરમિયાન પાકિસ્તાનમાં કયુ ષડયંત્ર રચાયુ તેની માહિતી મળી શકે છે. રિપોર્ટ અનુસાર બિકરીવાલ પોતાનો વેશ બદલીને દુબઈમાં રહેતો હતો. અગાઉ બિકરીવાલે દાઢી રાખતો નહોતો, પણ દુબઇમાં તે પાઘડીની સાથે દાઢી પણ રાખવા લાગ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, આ મહિનાની શરૂઆતમાં દિલ્હીમાં પાંચ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓની પૂછપરછ દરમિયાન સુખ બિકરીવાલનું નામ પણ બહાર આવ્યું હતું, ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ બિકરીવાલને લઈને સક્રિય થઈ ગઈ હતી. દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલે શકરપુર વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આતંકીઓમાંથી બે પંજાબ અને ત્રણ કાશ્મીરનાં હતા. આ આતંકવાદીઓએ સ્પેશિયલ સેલ પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ પોલીસ પણ જવાબી કાર્યવાહી કરતી વખતે ફાયરિંગ કરી રહી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો