Technology/ હવે ડ્રાઇવિંગ સમયે કોલ-મેસેજનો રિપ્લાય આપવુ બન્યુ આસાન, Google લઇને આવ્યુ ભારતમાં આ શાનદાર ફીચર્સ

ડ્રાઇવિંગ કરતી વખતે કોઈને મેસેજ કરવો અથવા કોલ કરવો એ ખૂબ જોખમી બની જાય છે. આ જણતા હોવા છતા વિશ્વભરનાં ઘણા લોકો આમ કરે છે અને પોતાનું અને અન્ય લોકોનું જીવન જોખમમાં મૂકે છે.

Tech & Auto
Untitled 23 હવે ડ્રાઇવિંગ સમયે કોલ-મેસેજનો રિપ્લાય આપવુ બન્યુ આસાન, Google લઇને આવ્યુ ભારતમાં આ શાનદાર ફીચર્સ

ડ્રાઇવિંગ કરતી વખતે કોઈને મેસેજ કરવો અથવા કોલ કરવો એ ખૂબ જોખમી બની જાય છે. આ જણતા હોવા છતા વિશ્વભરનાં ઘણા લોકો આમ કરે છે અને પોતાનું અને અન્ય લોકોનું જીવન જોખમમાં મૂકે છે. ગૂગલ હવે એક સુવિધા લાવ્યું છે જે યુઝર્સને કાર ચલાવતા સમયે કોલ રિસીવ કરવા અને મેસેજ રિપ્લાઈ કરવાનુ થોડું સરળ બનાવશે.

Untitled 22 હવે ડ્રાઇવિંગ સમયે કોલ-મેસેજનો રિપ્લાય આપવુ બન્યુ આસાન, Google લઇને આવ્યુ ભારતમાં આ શાનદાર ફીચર્સ

Auto / કારમાં નખાવો આ એસેસરીઝ અને ગરમીમાં તમારો સફર બનાવો આરામદાયક

ગૂગલનાં સપોર્ટ પેજ મુજબ, ગૂગલ આસિસ્ટન્ટ ડ્રાઇવિંગ મોડ ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ મેપ્સમાં રિલીઝ થઈ રહ્યું છે. આ સુવિધા પહેલા ફક્ત યુ.એસ. માટે ઉપલબ્ધ હતી. હવે તેને સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટેન અને ભારત જેવા કેટલાક અન્ય દેશોમાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ગૂગલે સપોર્ટ પેજ પર લખ્યું છે કે, યુઝર્સ વોઇસની મદદથી કોલ અને ટેક્સ્ટ મોકલી અને મેળવી શકશે. આ ઉપરાંત, યુઝર્સ નવા મેસેજની સમીક્ષા ઝડપથી કરી શકશે. ગૂગલે કહ્યું છે કે, ડ્રાઇવિંગ મોડ દ્વારા યુઝર્સને સુવિધા મળશે કે તેઓ નેવિગેશન સ્ક્રીન છોડ્યા વિના આ બધું જ કરી શકશે. ગૂગલ આસિસ્ટન્ટ યુઝર્સને નવા મેસેજ વાંચીને સંભળાવી દેશે, જેથી તેમનું ધ્યાન રસ્તા પર રહે અને તેમને ફોન તરફ જોવાની જરૂર ન પડે. એન્ડ્રોઇડ યુઝર્સને ઇનકમિંગ કોલ્સ માટે એલર્ટ્સ પણ મળશે અને યુઝર્સ ફક્ત વોઇસ કમાન્ડ દ્વારા આ કોલ્સને કટ અથવા રિસીવ કરી શકશે.

Untitled 24 હવે ડ્રાઇવિંગ સમયે કોલ-મેસેજનો રિપ્લાય આપવુ બન્યુ આસાન, Google લઇને આવ્યુ ભારતમાં આ શાનદાર ફીચર્સ

Auto / દેશમાં ઈલેક્ટ્રીક કારમાં નેક્સન EV મારી રહી છે બાજી, ખૂબ થઇ રહ્યું છે વેચાણ

ગૂગલ કહે છે કે, ડ્રાઇવિંગ મોડનો ઉપયોગ કરવો ખૂબ સરળ છે. યુઝર્સને ફક્ત Google મેપ્સ ખોલવુ પડશે અને એક ડેસ્ટિનેશન માટે નેવિગેશન ચાલુ કરવું પડશે. પછી ડ્રાઇવિંગ મોડનો પોપ સ્ક્રીન પર દેખાશે અને તેને ટેપ કરવું પડશે. આની બીજી રીત પણ છે. આ માટે, યુઝર્સને તેમના Android ફોન્સમાં આસિસ્ટન્ટ સેટિંગ્સ પર જવું પડશે અથવા ‘હે ગૂગલ, ઓપન આસિસ્ટન્ટ સેટિંગ્સ’ કહેવું પડશે. આ પછી, ‘પરિવહન’ પર જવા માટે, તમારે ડ્રાઇવિંગ મોડ પસંદ કરવો પડશે અને તેને ચાલુ કરવો પડશે. આ સુવિધા હાલમાં ફક્ત 4 જીબી રેમની સાથે વર્જન 9.0 અથવા તેનાથી ઉપરનાં એન્ડ્રોઇડ ફોન્સ માટે ઉપલબ્ધ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ