Kheda News/ હવે મરીમસાલા પણ ડુપ્લિકેટ, ખેડામાં અખાદ્ય મરી બનાવનારા પર ફૂડ ડિપાર્ટમેન્ટ ત્રાટક્યુ

રાજ્યમાં ભોજનમાંથી તો અખાદ્ય પદાર્થો મળતા જ હતા, પરંતુ હવે તો રીતસર અખાદ્ય પદાર્થોની ફેક્ટરીઓ ઝડપાવવા લાગી છે. રાજકોટમાં નકલી પનીર અને ચીઝની ફેક્ટરીઓ અને બનાવટ પકડાઈ હતી હવે તેવી રીતે મરીમસાલા પણ નકલી બનવા લાગ્યા છે. ગરમ મસાલાના આવા જ ડુપ્લિકેટ પેકેટ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

Gujarat Others Breaking News

Kheda: રાજ્યમાં ભોજનમાંથી તો અખાદ્ય પદાર્થો મળતા જ હતા, પરંતુ હવે તો રીતસર અખાદ્ય પદાર્થોની ફેક્ટરીઓ ઝડપાવવા લાગી છે. રાજકોટમાં નકલી પનીર અને ચીઝની ફેક્ટરીઓ અને બનાવટ પકડાઈ હતી હવે તેવી રીતે મરીમસાલા પણ નકલી બનવા લાગ્યા છે. ગરમ મસાલાના આવા જ ડુપ્લિકેટ પેકેટ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

ખેડામાં અખાદ્ય કાળા મરીનું ઉત્પાદન કરતું કારખાનું મળી આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને અખાદ્ય કાળા મરી અંગે બાતમી મળી હતી.  આ બાતમીના આધારે તેણે દરોડો પાડતા ખેડા ડભાણ મીચીયા વિસ્તારના ખેતરોમાં અખાદ્ય કાળા મરીનો ગોદામ મળી આવ્યો હતો. આના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ મુદ્દે કાર્યવાહી તેજ કરી છે.

આ વેરહાઉસ FSSAI લાયસન્સ વિના રજની પટેલ નામની વ્યક્તિ ચલાવતો હતો.

કાળા મરીને ગમ, સ્ટાર્ચ પાવડર અને તેલ સાથે પ્રોસેસ કરવામાં આવતી હતી. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 26 કિલો અખાદ્ય ખાદ્ય પદાર્થો સાથે 9 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આરોગ્ય વિભાગે તમામ સામાનના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે.

આ ડુપ્લિકેટ મસાલા છે. કેલા ગઢના લોકો પાસેથી દૂર ભાડે જમીન લીધી હતી. જ્યાં જય અંબે સ્પાઈસી નામથી ફેક્ટરી ઉભી કરવામાં આવી હતી. જ્યાં પહેલા તેઓ નબળી ગુણવત્તાના મરચા લાવતા હતા અને પછી અમુકને પ્રોસેસ કરીને બજારમાં વેચતા હતા. જેને લઇ ફૂડ વિભાગે SOG સાથે મળીને દરોડા પાડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કાંકરેજમાં કારે પલ્ટી ખાતા અકસ્માતમાં એકનું મોત, 3 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: દ્વારકામાં મોટો અકસ્માત, બે બસ અને બાઇક વચ્ચે ટક્કર, 8 લોકોના મોત

આ પણ વાંચો: સુરતથી રાજકોટ જતી LCBની ટીમને નડયો અકસ્માત, 1 પોલીસકર્મીનું મોત