હવે, જ્યારે પણ તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે, ત્યારે કોલ કરનારનો નંબર અને નામ તમારા મોબાઇલ સ્ક્રીન પર દેખાશે, અને તેના માટે કોઈપણ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની જરૂર પણ રહેશે નહીં. ટેલિકોમ નિયમનકારો TRAI અને DOT (દૂરસંચાર વિભાગ) એ મોબાઇલ કોલ છેતરપિંડી અટકાવવા માટે આ પગલું ભર્યું છે. જેથી હવે કોઇ ફ્રોડ કોલ આવશે તો પણ એના નંબર સાથે તેમનું નામ દેખાશે.
આ નામ એ હશે જ્યારે મોબાઇલ નંબર કનેક્શન ખરીદતી વખતે વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલા ID પ્રૂફમાં હશે. આ ડિફોલ્ટ સુવિધા હશે. જો કોઈ વપરાશકર્તા આ સુવિધા ઇચ્છતો નથી, તો તેઓ તેને નિષ્ક્રિય કરી શકે છે. ટેલિકોમ કંપનીઓએ ગયા વર્ષે આ સેવાનું ટ્રાયલ હાથ ધર્યું હતું.
TRAI અને DoT વચ્ચે શું નિર્ણય લેવામાં આવ્યો તેના વિશે જાણો
‘કોલિંગ નેમ પ્રેઝન્ટેશન’ (CNAP) નામની આ સેવા માટે TRAI દ્વારા ફેબ્રુઆરી 2024માં DoTને મોકલવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ સેવા ત્યારે જ શરૂ થવી જોઈએ જ્યારે કોલ પ્રાપ્ત કરનાર ગ્રાહક પોતે તેની વિનંતી કરે. એનો મતલબ આ છે કે જો ગ્રાહક ઇછે છે કે તેને કોલ કરનારનું નબર સાથે નામ દેખાય તો જ તેને આ સુવિધા આપવામાં આવશે.
કોલ પ્રાપ્ત કરનાર આ સેવા બંધ પણ કરી શકે છે
TRAI ને લખેલા પત્રમાં, DOT એ જણાવ્યું હતું કે આ સેવા ડિફોલ્ટ રૂપે પૂરી પાડવી જોઈએ. જો કોલ પ્રાપ્ત કરનાર ગ્રાહક આ સેવા ઇચ્છતો નથી, તો તેઓ તેને બંધ કરવાની વિનંતી કરી શકે છે TRAI એ DOTના આ વિચારને સ્વીકારી લીધો છે અને હવે બંને વિભાગો સર્વસંમત છે.
છેતરપિંડીભર્યા કોલ અટકાવવા માટે
આ પગલું દેશભરમાં ડિજિટલ ધરપકડ અને નાણાકીય કૌભાંડો જેવા છેતરપિંડીભર્યા કોલ અને સાયબર ગુનાઓને રોકવા માટે છે. આનાથી ગ્રાહકો ઓળખી શકશે કે તેમને કોણ ફોન કરી રહ્યું છે, જેનાથી તેઓ ફ્રોડ કોલ ઓળખી શકશે.
આ પણ વાંચો: આઠમા પગાર પંચને કેન્દ્રની મંજૂરીઃ કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય
આ પણ વાંચો: બસ હાઇ-ટેન્શન લાઇનને અથડાતા આગ લાગી, બસમાં અનેક ગેસ સિલિન્ડર હોવાથી વિસ્ફોટ થયો
આ પણ વાંચો: રાજસ્થાનમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો, ઠંડા પવનો ફૂંકાયા, 23 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી
