Not Set/ Nubia M2 Play,ભારતમાં લોન્ચ,કિંમત અને ફિચર્સ જાણો

ZTEએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Nubia M2 Play લોન્ચ કરી દીધો છે. ગ્રાહક આને ટૂંક સમયમાં જ એમેઝોન ઈન્ડિયા પરથી એક્સક્લૂસિવ રૂપમાં ખરીદી શકશે. સૌથી મોટી ખાસિયત 4G VolTE સપોર્ટ અને ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. Nubia M2 Playમાં 3000mAhની નોન રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે. કેમેરા સેક્શનની વાત કરીએ તો M2 Playના રિયરમાં હાઈબ્રિડ ઓટોફોક્સ, ફ્લેશ […]

Tech & Auto
download 8 Nubia M2 Play,ભારતમાં લોન્ચ,કિંમત અને ફિચર્સ જાણો

ZTEએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Nubia M2 Play લોન્ચ કરી દીધો છે. ગ્રાહક આને ટૂંક સમયમાં જ એમેઝોન ઈન્ડિયા પરથી એક્સક્લૂસિવ રૂપમાં ખરીદી શકશે. સૌથી મોટી ખાસિયત 4G VolTE સપોર્ટ અને ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.

Nubia M2 Playમાં 3000mAhની નોન રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે. કેમેરા સેક્શનની વાત કરીએ તો M2 Playના રિયરમાં હાઈબ્રિડ ઓટોફોક્સ, ફ્લેશ સપોર્ટ અને f/2.2 એપર્ચર સાથે 13 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે તેના ફ્રન્ટમાં સેલ્ફી લવર્સ માટે f/2.4 એપર્ચર સાથે 5 એમીપનો વાઈડ એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. ક્નેક્ટિવિટી માટે આમાં 4G VoLTE, Bluetooth, Wi-Fi 802.11 b/g/n/ac, GPS અને Glonass ઉપલબ્ધ છે.

આમાં 3GB રેમ અને Adreno 505 GPU સાથે ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 435 પ્રોસેર આપવામાં આવ્યો છે. આની ઈન્ટરનલ સ્ટોરેજ 32GBની છે, જેને કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો Nubia M2 Play એન્ડ્રોઈડ 7.0 નોગેટ પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઈંચ HD (720X1280 પિક્સલ) LCD ડિસ્પલે આપવામાં આવ્યું છે. કિમતની વાત કરીએ તો કંપનીએ M2 Playની કિંમત 8,999 રૂપિયા રાખી છે