Not Set/ ઓમ બિરલાનો કડક સ્વભાવ આવ્યો નજર, મંત્રીને જ કહી દીધી આ વાત

લોકસભામાં કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા બિલ-2019 પર ચર્ચા દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું એક અલગ જ રૂપ જોવા મળ્યુ. તેમના આ રૂપને જોઇ સંસદમાં હાજર દરેક સભ્યો ચોંકી ગયા હતા. લોકસભામાં કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા બિલ-2019 પર જવાબ આપતા માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ એક સભ્યને પોતાની વાત રાખવાની તક આપી હતી. જે વાત પર […]

Top Stories India

લોકસભામાં કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા બિલ-2019 પર ચર્ચા દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું એક અલગ જ રૂપ જોવા મળ્યુ. તેમના આ રૂપને જોઇ સંસદમાં હાજર દરેક સભ્યો ચોંકી ગયા હતા.

લોકસભામાં કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા બિલ-2019 પર જવાબ આપતા માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ એક સભ્યને પોતાની વાત રાખવાની તક આપી હતી. જે વાત પર ઓમ બિરલાએ સખત અંદાજમાં કેન્દ્રીય મંત્રીને કહ્યુ કે, મંત્રીજી આજ્ઞા આપવાનું કામ અમારુ છે, તમારુ નથી.

કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા બિલ-2019 પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની નેતા સુપ્રિયા સુલે પોતાની વાતને રાખવા માંગતી હતી. જેના પર કેન્દ્રીય મંત્રી કહે છે કે ‘તમે કઇક કહેવા માંગો છો કહો’ કહીને તે પોતાની જગ્યા પર બેસી ગયા હતા. આ વાત પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રમેશ પોખરિયાલ નિશંકને કહ્યુ કે, મંત્રીજી આજ્ઞા દેવાનું કામ અમારુ છે તમારુ નથી. જો કે તેમના આ કથન બાદ ઘણા હસતા ચહેરા પણ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને થોડા સમય પહેલા ઘણા વખાણ મળ્યા હતા. જણાવી દઇએ કે, સતત સાડા ત્રણ કલાક કાર્યવાહી સંચાલિત કરવા માટે તેમને પ્રશંસા મળી હતી. સાથે તેમણે નવા સભ્યોને વધુને વધુ પોતાની વાત રાખવાની તક આપી હતી, જેના કારણે પણ તેમના ઘણા વખાણ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.