કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ) અધિકારીઓને હાકલ કરી છે કે જેઓ નિષ્ઠાપૂર્વક ટેક્સ ભરવા માંગતા હોય તેમને મદદ કરે. આ સાથે, તેમણે વધુમાં વધુ લોકોને ટેક્સ ભરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પણ હાકલ કરી હતી. નાણાં પ્રધાને અધિકારીઓને કહ્યું હતું કે કરદાતાઓને નિયમ મુજબ સંપૂર્ણ સુવિધા આપવામાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
નાણાં પ્રધાને કહ્યું કે હવે નવું ભારત બનાવવામાં આવી રહ્યું છે. કરદાતાઓ દેશના કુલ આવકમાં 50 ટકા ફાળો આપે છે. તેમણે કહ્યું હતું કે જો કરદાતા સાથે કંઇક ખોટું થાય છે, તો અધિકારીઓએ સ્થળ પર તેમના વિવેકબુદ્ધિનો ઉપયોગ કાયદા હેઠળ આપવામાં આવેલા અધિકારની સાથે કરવો જોઈએ, જેથી કરદાતાઓ નિરાશ ન થાય. સીતારામને અધિકારીઓમાં મહિલાઓની સારી સંખ્યા અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મહિલાઓની વધતી સંખ્યા જોઈને મને આનંદ થાય છે. આ ક્ષેત્રે વધુમાં વધુ મહિલાઓ આગળ આવે તે પણ આગ્રહ છે.
તેમણે અધિકારીઓને દેશના નિર્માણમાં સમર્પણ અને પ્રામાણિકપણે યોગદાન આપવા હાકલ કરી. આ અગાઉ કેન્દ્રીય નાણાં પ્રધાને માર્ચ પાસ્ટની સલામી લીધી હતી અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. આ પછી પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. નાણાં પ્રધાને ઉત્કૃષ્ટ દેખાવ કરનારા અધિકારીઓને પ્રશંસાપત્ર અને ચંદ્રક એનાયત કર્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
