Not Set/ ઓહ માય ગોડ, જમીનના અંદરથી નીકળ્યા ૨૦૦થી વધુ મૃતદેહ, જાણો કયા દેશમાં

કેનેડાની એક શાળાના પરિસરમાંથી 215 બાળકોના મૃતદેહ દફનાવેલા મળી આવ્યા હતા. તેમાં કેટલાક મૃતદેહ તો માત્ર 3 વર્ષ સુધીની ઉંમરના બાળકોના જ છે. એક સમયે આ શાળા કેનેડાની સૌથી મોટી આવાસીય વિદ્યાલય ગણાતી હતી. એક અધિકારીના કહેવા પ્રમાણે જમીનભેદી રડારની મદદથી ગત સપ્તાહે મૃતદેહોની ભાળ મેળવવામાં આવી હતી. વધુમાં હજુ અનેક મૃતદેહ મળી શકે છે […]

World
dead body 1024x614 c e1537877322850 ઓહ માય ગોડ, જમીનના અંદરથી નીકળ્યા ૨૦૦થી વધુ મૃતદેહ, જાણો કયા દેશમાં

કેનેડાની એક શાળાના પરિસરમાંથી 215 બાળકોના મૃતદેહ દફનાવેલા મળી આવ્યા હતા. તેમાં કેટલાક મૃતદેહ તો માત્ર 3 વર્ષ સુધીની ઉંમરના બાળકોના જ છે. એક સમયે આ શાળા કેનેડાની સૌથી મોટી આવાસીય વિદ્યાલય ગણાતી હતી. એક અધિકારીના કહેવા પ્રમાણે જમીનભેદી રડારની મદદથી ગત સપ્તાહે મૃતદેહોની ભાળ મેળવવામાં આવી હતી. વધુમાં હજુ અનેક મૃતદેહ મળી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી કારણ કે શાળા પરિસરમાં અનેક સ્થળે તપાસ હજુ પણ બાકી છે.

 

અધિકારીએ જણાવ્યું કે, કૈમલૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કુલમાં જે ક્ષતિ થઈ છે તેના વિશે વિચારી પણ ન શકાય. ટ્રૂથ એન્ડ રિકન્સિલિએશન કમિશને 5 વર્ષ પહેલા સંસ્થામાં બાળકો સાથે થયેલા દુર્વ્યવહાર અંગે વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, દુર્વ્યવહાર અને બેદરકારીના કારણે ઓછામાં ઓછા 3,200 બાળકોના મોત થયા છે. તેમાં કૈમલૂપ્સ શાળામાં 1915થી 1963 દરમિયાન ઓછામાં ઓછા 51 બાળકોના મોત થયા હતા.

 

બ્રિટિશ કોલમ્બિયાના પ્રમુખ જોન હોરગાનના કહેવા પ્રમાણે આ ઘટનાની જાણ થતા જ તેઓ ભયભીત અને દુખી થઈ ગયા છે. કૈમલૂપ્સ શાળા 1890થી 1969 સુધી સંચાલિત થઈ હતી. ત્યાર બાદ સંઘીય સરકારે કેથલિક ચર્ચ પાસેથી તેનું સંચાલન પોતાના હાથોમાં લઈ લીધું હતું. આ શાળા 1978માં બંધ થઈ ગઈ હતી.