Surat News : નવા વર્ષની ઉજવણી નજીક આવી રહી છે ત્યારે સુરત શહેર પોલીસે શહેરીજનોને સંયમ રાખવા અપીલ કરતો એક અનોખો સંદેશ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. “પ્રિય સુરતીઓ, ના અભિવાદન સાથે મુકાયો સંદેશ. 31મી ડિસેમ્બરે અમારે તમને એવું ન કહેવું પડે કે, ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ… ધ્યાન રાખજો’ તમારી સુરત શહેર પોલીસ” આવા શબ્દો સાથે સુરત પોલીસે શહેરીજનોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે નવું વર્ષ ઉજવવા અપીલ કરી છે.
સુરત પોલીસે સોશિયલ મીડિયા પર નવા વર્ષની ઉજવણી અંગે સંદેશ શેર કર્યો. પોલીસે શહેરીજનોને સંયમ રાખવા અને સુરક્ષિત રીતે નવું વર્ષ ઉજવવા અપીલ કરી.સોશિયલ મીડિયા પર આ સંદેશ વાયરલ થયો અને લોકોએ સકારાત્મક પ્રતિક્રિયા આપી.
નવા વર્ષની ઉજવણી દરમિયાન અકસ્માતો અને અન્ય અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતા વધી જાય છે. સુરત પોલીસનો આ પ્રયાસ શહેરીજનોને સુરક્ષિત રાખવાનો છે.
સોશિયલ મીડિયા પર આ સંદેશ વાયરલ થતાં લોકોમાં પણ સકારાત્મક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. સુરત પોલીસના આ પ્રયાસને લોકો વખાણી રહ્યા છે.
@ રાબીયા સાલેહ, Mtv, સુરત
આ પણ વાંચો: સુરતમાં તુંડી ગામે નજીવી બાબતે થયું ફાયરિંગ
આ પણ વાંચો: સુરતમાં 20 વર્ષ પહેલા પત્નીની હત્યા કરનાર એરફોર્સના પૂર્વ જવાનને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી
