Bihar News : શુક્રવારે (21મી નવેમ્બર) વહેલી સવારે બિહારમાં પટણાના આવેલા મોકામા ફોરલેન પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અયોધ્યાથી સિમરિયા ધામ પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા તે 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક મહિલા શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 25 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અહેવાલો અનુસાર, આ બસમાં સવાર 45 જેટલા તીર્થયાત્રીઓ મધુબનીના રહેવાસી હતા. તેઓ અયોધ્યાની મુલાકાત બાદ સિમરિયા ધામ જવા રવાના થયા હતા. બસ બરહાપુર બાયપાસ નજીક પહોંચી ત્યારે ડ્રાઇવરને અચાનક ઝોકું આવી ગયું હતું, જેના કારણે વાહન પરનો કાબૂ છૂટી ગયો અને બસ સીધી ખીણમાં ખાબકી હતી.
અકસ્માત સર્જાતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક બચાવ કાર્યમાં જોડાયા હતા અને મોકામા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. મોકામા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક મોકામા ટ્રોમા સેન્ટર અને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:વડોદરાના કરજણના લીલોડ ગામે ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત
આ પણ વાંચો:વડોદરામાં સર્જાયો અકસ્માત,કાર ચાલકે ટુ-વ્હીલરને ઉછાળ્યો હવામાં
આ પણ વાંચો:વડોદરામાં અકોટાની હોટલમાં રિસેપ્શનિસ્ટને અમદાવાદના યુવકે મારી થપ્પડ, CCTVમાં કેદ થયો આરોપી

