Not Set/ ભારત-પાક/ કરતારપુર સાહેબ યાત્રા માટે ઓનલાઇન નોંધણી શરૂ

ભારત અને પાકિસ્તાને ગુરુવારે કરતારપુર કોરિડોરને કાર્યરત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી યાત્રાળુઓ માટે ઓનલાઇન નોંધણી શરૂ થઈ ગઇ છે. આ કોરિડોર દ્વારા ભારતના શીખ યાત્રાળુઓ પાકિસ્તાનના દરબાર સાહિબની મુલાકાત લઈ શકશે. કરાર પર હસ્તાક્ષર કર્યા પછી બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, યાત્રાળુઓની નોંધણી માટે ગુરુવારે એક ઓન લાઇન પોર્ટલ (prakashpurb550.mha.gov.in) […]

India

ભારત અને પાકિસ્તાને ગુરુવારે કરતારપુર કોરિડોરને કાર્યરત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી યાત્રાળુઓ માટે ઓનલાઇન નોંધણી શરૂ થઈ ગઇ છે. આ કોરિડોર દ્વારા ભારતના શીખ યાત્રાળુઓ પાકિસ્તાનના દરબાર સાહિબની મુલાકાત લઈ શકશે.

કરાર પર હસ્તાક્ષર કર્યા પછી બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, યાત્રાળુઓની નોંધણી માટે ગુરુવારે એક ઓન લાઇન પોર્ટલ (prakashpurb550.mha.gov.in) કાર્યરત થઈ ગયું છે. અહીંની આંતરરાષ્ટ્રીય સરહદ પર ‘ઝીરો પોઇન્ટ’ પર કરતારપુર સાહિબ કોરિડોર શરૂ કરવાનાં કરારો પર ભારતે ગુરુવારે પાકિસ્તાન સાથે સહી કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. યાત્રાધામ પર જવા ઇચ્છુક લોકોએ આ પોર્ટલમાં ઓન લાઇન નોંધણી કરાવવી પડશે.

યાત્રાળુઓને પ્રવાસની તારીખથી ત્રણ-ચાર દિવસ પહેલાં તેઓની નોંધણીની પુષ્ટિ વિશે એસએમએસ અથવા ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. એક ‘ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન’ પણ બહાર પાડવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે યાત્રાળુઓ અહીંના પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગમાં પહોંચશે, ત્યારે તેઓએ તેમના પાસપોર્ટ સાથે ‘ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન’ પણ રાખવું પડશે.

કરતારપુર કોરિડોર પંજાબના ડેરા બાબા નાનક ગુરુદ્વારા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોવાલ જિલ્લાના દરબાર સાહિબ સાથે જોડાશે. કરાર પ્રમાણે ભારત યાત્રાની તારીખના 10 દિવસ પહેલા ભારત યાત્રાળુઓની સૂચિ પાકિસ્તાન મોકલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.