ગુંડાગર્દી/ થરાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થકોની ગુંડાગર્દી? જાણીતા ડો.કરશન પટેલને આપી જાનથી મારી નાંખવાની ધમકી

થરાદ વિધાનસભા વિસ્તારમાં આવતા થરાદના ચાલુ કોંગ્રેસ ધારાસભ્ય અને ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના સમર્થકોની લુખ્ખાગીરી સામે આવી છે.

Top Stories Gujarat
  • કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનાં સમર્થકોની દાદાગીરી..?
  • થરાદ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહનાં સમર્થકો દ્વારા હુમલાની ચર્ચા
  • થરાદનાં ખ્યાતનામ તબીબ ડો.કરશન પટેલને ધમકી મળી
  • ડો.કરશન પટેલને ધમકી મળતાં પોલીસ ફરિયાદ
  • પાઈપ વડે ગાડી તોડી, મારી નાખવાની આપી ધમકી
  • થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
  • પોલીસે ગુનો નોંધી આરોપીઓની કરી ધરપકડ
  • કોંગ્રેસ દ્વારા થરાદમાં ભયનો માહોલ પેદા કરવાનો આક્ષેપ

Gulab Singh Rajput:  થરાદ વિધાનસભા વિસ્તારમાં આવતા થરાદના ચાલુ કોંગ્રેસ ધારાસભ્ય અને ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના સમર્થકોની લુખ્ખાગીરી સામે આવી છે.આવતીકાલે બીજા તબક્કાનું મતદાન છે ત્યારે  થરાદના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થકો ગુુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. થરાદના જાણીતા તબીબ ડો કરશન પટેલેને કોંગ્રેસના લુખ્ખા કાર્યકરોએ  જાનથી મારી નાંખવાની ધમકી આપી  હતી. કાર્યકર્તાઓએ પાઇપ વડે કારની તોડફોડ કરી હતી. આ અંગેની ફરીયાદ થરાદ પોલીસ મથકે નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કોંગ્રેસના લુખ્ખા કાર્યકરોને ધરપકડ પણ કરી લીધી છે

ગુજરાતમાં હાલ લોકશાહી પર્વની ચૂંટણીનું બીજા તબકકાનું મતદાન યોજાવવાનું છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોની ગુંડાગીરી કરી રહ્યા છે.કોંગ્રેસના થરાદ બેઠકના  ઉમેદવાર  ગુલાબસિહં રાજપૂતના સમર્થકોએ  કોના ઇશારાએ પ્રખ્યાત ડો.કરશન પટેલને ડરાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે,દાદાગીરીની નોંક પર આ ચૂંટણી જીતશે કોંગ્રેસના ઉમેદવાર..? ચૂંટણી જીત્યા નથી અને દાદાગીરીની શરૂઆત ચાલું કરી દીધી છે. જો પ્રખ્યાત ડો. કરશન પટેલ સાથે અમાનીય વર્તન કરી શકે છે તો સામાન્ય પ્રજાનું શું થશે..?  આ દાદાગીરીની ઘટનાનો જવાબ થરાદની જનતા મતદાન આપીને આપશે!

ઉલ્લેખનીય છે કે આવા અસમાજિક કોંગ્રેસના કાર્યકરો  થરાદની જનતામાં ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે, અને ધાક ધમકી આપીને મત મેળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

Gujarat Election/બીજા તબક્કાની મધ્ય ગુજરાતની 61 બેઠકો પર થશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ, આમ આદમી પાર્ટી

Gujarat Election/ગુજરાત ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઓવૈસી સ્ટેજ પર જ રડવા લાગ્યા, જાણો શું છે મામલો?

Gujarat Election/વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે આવશે અમદાવાદ, રાણીપની શાળામાં આપશે મત