Not Set/ Oppo લઇને આવ્યુ 5 G સ્માર્ટફોન, દિવાળી પહેલા ગ્રાહકોને આપી મોટી ભેટ

તહેવારોની સીઝન હવે શરૂ થઇ ગઇ છે. ત્યારે જો તમે પણ તમારા માટે ફોન લેવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ ઓછું છે, તો આજે અમે તમને તમારા બજેટ પ્રમાણે એક સારા ફોન વિશે જણાવી રહ્યા છીએ. તમે આ ફોન ઓનલાઇન પણ ખરીદી શકો છો. આ માટે તમારે માર્કેટમાં જવાની પણ જરૂર નથી, આ ફોનનું […]

Tech & Auto
OPPO Reno Ace 1 Oppo લઇને આવ્યુ 5 G સ્માર્ટફોન, દિવાળી પહેલા ગ્રાહકોને આપી મોટી ભેટ

તહેવારોની સીઝન હવે શરૂ થઇ ગઇ છે. ત્યારે જો તમે પણ તમારા માટે ફોન લેવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ ઓછું છે, તો આજે અમે તમને તમારા બજેટ પ્રમાણે એક સારા ફોન વિશે જણાવી રહ્યા છીએ. તમે આ ફોન ઓનલાઇન પણ ખરીદી શકો છો. આ માટે તમારે માર્કેટમાં જવાની પણ જરૂર નથી, આ ફોનનું નામ Oppo Reno Ace છે, જેને કંપની 10 ઓક્ટોબરનાં દિવસે રજૂ કરશે, પરંતુ તે પહેલા Oppo Reno Ace ની તસવીર ચીનની માઇક્રોબ્લોગિંગ સાઇટ Weibo પર લીક કરવામા આવી છે.

આમાં, ફોનનો ગ્રેડિએન્ટ બ્લેક અને બ્લૂ પેનર દેખાઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા આ ફોનનું ઓફિશિયલ પ્રોડક્ટ રેન્ડર પણ શેર કરાયું હતું. અહીંથી ફોનની ડિઝાઇન બહાર આવી હતી. ઉપરાંત, ફોનની પાછળની પેનલ પર ગ્રેડિએન્ટ બ્લૂ અને ગ્રીન રંગનાં સંકેતો પણ મળ્યા હતા. આ ફોનને લઈને પહેલા પણ ઘણા રિપોર્ટ બહાર આવ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર, ગ્રાહકોને આ ફોનમાં મોટી બેટરી, ગ્રેટ કેમેરા અને દમદાર પ્રોસેસર મળશે.

Oppo Reno Ace Features

ફોનની ડિસ્પ્લે 6.5 ઈંચની છે, જેમા બેક સાઈડ કેમેરો 48+13+8+2MP અને સેલ્ફી કેમેરો 16MP નો છે. પ્રોસેસરની વાચ કરીએ તો Oppo Reno Ace માં Snapdragon 855 આપવામાં આવેલ છે. ફોનમાં ઇન્ટરનલ મેમેરી 256 GB તો RAM 12 GB મળશે. ફોનમાં બેટરી 4000mAh છે. ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 9.0 (Pie) આપવામાં આવેલ છે.

કનેક્ટિવિટીની વાત કરીએ તો આ ફોનમાં 4 જી અને 5 જી સપોર્ટ, બ્લૂટૂથ 5.0, જીપીએસ અને યુએસબી પોર્ટ ટાઇપ-સી જેવી સુવિધાઓ છે. આ સ્માર્ટફોનની કિંમત આશરે 29,990 રૂપિયા થઈ શકે છે. જેને તમે ઇ-કોમર્સ સાઇટ પરથી સરળતાથી ખરીદી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.