Bhavnagar News/ ભાવનગરમાં કોર્પોરેશનની સાધારણ સભામાં વિરોધ પક્ષનો મેગા ડીમોલેશનનો વિરોધ

ભાવનગરમાં કોર્પોરેશનની સાધારણ સભામાં વિરોધ પક્ષે મેગા ડીમોલેશનનો વિરોધ કર્યો.

Top Stories Gujarat Others

Bhavnagar News: ભાવનગરમાં કોર્પોરેશનની સાધારણ સભામાં વિરોધ પક્ષે મેગા ડીમોલેશનનો વિરોધ કર્યો. શાસક પક્ષની ગઢેચી પ્રોજેક્ટમાં કોઈ બાંધછોડ નહી કરવાની વાત પર વિરોધ પક્ષે ગુસ્સામાં સભા છોડી દીધી. વિરોધ પક્ષ દ્વારા આ મેગા ડીમોલેશનમાં વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી. સભામાં આ મામલે ઉહાપોહ થયા બાદ વિરોધ પક્ષના નેતાએ જ્વલદ આંદોલનની ચીમકી આપી. વિરોધ પક્ષ કોંગ્રેસ નેતા જીતુ સોલંકી સહિત પક્ષના આગેવાનો દ્વારા મેગા ડીમોલેશનનો વિરોધ કરતા ગૃહ સભા છોડી નીકળી ગયા હતા.

ગઢેચી નદી પર કરોડોના ખર્ચે શુદ્ધિકરણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેને લઈને કોર્પોરેશન દ્વારા નદીના બંને કાંઠે આવેલા અંદાજે 825 જેટલા દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી. હજારો મકાનોને મનપા દ્વારા નોટિસ આપવા સામે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં ના આવતા સ્થાનિકો સહિતે વિરોધ પક્ષના નેતાઓ પણ રોષે ભરાયા હતા. વિરોધ પક્ષનું કહેવું છે કે કંસારાનો એક પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે ત્યારે કરોડોના ખર્ચે ગઢેચી નદીનું શુદ્ધિકરણ કેમ હાથ ધરાયું. અને શા માટે મોટપાયે આટલા બધા મકાનો દૂર કરવામાં આવી રહ્યા છે. અને તેની સામે તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી.

કોર્પોરેશનની સામાન્ય સભામાં ગઢેચી પ્રોજેક્ટ મામલે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે હોબાળો થયો હતો. કંસારા પ્રોજેક્ટને નિષ્ફળ ગણાવતા શાસક પક્ષના સભ્યો ગુસ્સે ભરાયા હતા. બંને પક્ષના સભ્યો આ મુદ્દે સામસામે આવતા સભામાં ગરમાવો ફેલાયો હતો. ગઢેચી પ્રોજેક્ટમાં મનપાએ જે રહેણાંકોને દબાણ દૂર કરવાની નોટીસ આપી છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પક્ષના સભ્યો ગૃહ છોડી જતા રહ્યા. શાસક પક્ષ પણ કોઈ બાંધછોડ નહિ થાય તેના પર અડગ રહેતા વિરોધ પક્ષે આંદોલનની ચીમકી આપી.

ભાજપના સભ્યોએ પણ સામાન્ય સભામાં પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. કાળિયાબીડ વિસ્તારમાં કંસારાના ડ્રેનેજના પાણીનો નિકાલ તેમજ આ વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. સભા દરમિયાન ભરતભાઈ બુધેલીયા, કાંતિભાઈ ગોહિલ, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુભાઈ સોલંકી, પરેશ પંડ્યા, પંકજસિંહ ગોહિલ, કુલદીપ પંડ્યા, રાજુ રાબડીયા, યુવરાજસિંહ ગોહિલ, વર્ષાબા પરમાર અને નરેશભાઈ ચાવડા સહિતનાએ ચર્ચા કરી હતી. કરોડો રૂપિયાના ખર્ચે કંસારા શુદ્ધિકરણ તો કર્યું પરંતુ હાલમાં પણ અશુદ્ધ છે ત્યારે ગઢેચી પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કેમ કરવામાં આવે છે તેવી માંગ પણ વિરોધપક્ષમાં ઉઠી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગર્ભવતી પત્ની સમલૈંગિક મિત્ર પાસે રહેવા જતી રહી : પતિની હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ પર હાજર થઈ અને કહ્યું- મિત્ર સાથે જ રહેવું છે

આ પણ વાંચો: ‘જો બાળકના આપ્યું, તો હું બીજા લગ્ન કરીશ…’જ્યારે પતિએ આપી ધમકી , ત્યારે મહિલાએ કાપ્યો કુહાડી વડે 

આ પણ વાંચો: 33 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો મુંબઈ પોલીસે, પત્ની હત્યા કરનાર કઈ રીતે પકડાયો ક્રૂર પતિ