Gandhinagar News: નવરાત્રિ (Navratri)ને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે નવરાત્રિનો મહોત્સવ ધામધૂમથી ઉજવાય તે માટે સૂચના આપી છે. ગરબા-દાંડિયાના સમયને લઈને હર્ષ સંઘવીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે લોકો મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ આયોજકો સાથે મળીને વ્યવસ્થા કરી રહી છે. સરકાર નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં અગ્રેસર છે. તેની સાથે-સાથે હોસ્પિટલો કે રહીશોને તકલીફ ના પડે તે જરૂરી છે.
આ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા પર સૌથી મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં નવરાત્રિની 10મી રાત્રે આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે. આ વર્ષે પણ ખેલાડીઓ નવરાત્રિ દરમિયાન મધરાત 12 વાગ્યા પછી માતાજીના ગરબા તેમના મનની વાત કરી શકશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ સારા સમાચાર આપ્યા છે. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્ક્લેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ‘ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો રમવા ક્યાં જશે?’ નવરાત્રિમાં મોડી રાતથી લઈ વહેલી સવાર સુધી ગરબા રમવાની તમામને છૂટ હશે.
આમ ગુજરાતીઓના હૈયે આનંદ ઉછળી જાય તેવા સમાચાર ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ જાહેરાતે ગુજરાતીઓને આનંદમાં લાવી દીધા છે. તેની સાથે ગુજરાતી ખેલૈયાઓની સાથે ગુજરાતી આયોજકો પણ ગેલમાં આવી ગયા છે. ગરબાનો શોખીન કયા ગુજરાતીને આના લીધે આનંદ નહીં થાય. આના પગલે પાર્ટી પ્લોટોના આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાત્રિના બાર વાગ્યાની ડેડલાઇનનું પાલન કરાવતા આયોજકોને પણ નાકે દમ આવી જતો હતો. આ પહેલા આ ડેડલાઇનના લીધે ગરબાની રંગત બરાબરની જામી હોય ત્યાં જ તેણે ગરબા બંધ કરવાની જાહેરાત કરવી પડતી હતી. લોકોને પણ તેના લીધે નિસાસો પડતો હતો.
આ પણ વાંચો: ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે
આ પણ વાંચો: અંબાલાલની આગાહીઃ અડધી નવરાત્રિ જશે પાણીમાં
આ પણ વાંચો: પોલીસની માર્ગદર્શિકા : નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા સુધી જ રમાશે ગરબા