Navratri 2024/ ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે

નવરાત્રિના (Navratri) ખેલૈયાઓ માટે ટૂંકમાં આનંદદાયક સમાચાર મળી શકે છે. અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન રાત્રિ હેરફેર સુગમ રહે તે માટે ત્રીજા નોરતેથી રાત્રે બે વાગ્યા સુધી મેટ્રો દોડાવવાનું Ahmedabad Metroનું આયોજન છે.

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad Metro: નવરાત્રિના (Navratri) ખેલૈયાઓ માટે ટૂંકમાં આનંદદાયક સમાચાર મળી શકે છે. અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન રાત્રિ હેરફેર સુગમ રહે તે માટે ત્રીજા નોરતેથી રાત્રે બે વાગ્યા સુધી મેટ્રો દોડાવવાનું Ahmedabad Metroનું આયોજન છે. ટૂંક સમયમાં તેની જાહેરાત થાય તેવી પૂરેપરી સંભાવના છે. હાલમાં તો સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ તેના પર ગંભીર રીતે વિચારણા ચાલી રહી છે.

આ પહેલા પણ આઇપીએલની મેચો હોય ત્યારે રાત્રે મોડે સુધી મેટ્રો દોડાવવામાં આવી જ છે અને તેમા પણ મેટ્રોને ખૂબ જ કમાણી થઈ છે. તેથી નવરાત્રિમાં મોડે સુધી મેટ્રો ચાલુ રાખવામાં આવતા ખેલૈયાઓને પણ નોંધપાત્ર રાહત મળે તેમ માનવામાં આવે છે.

નવરાત્રિના દિવસે મોડી રાતના 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે. મેટ્રો અધિકારીઓ ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. ત્રીજી નવરાત્રીથી મેટ્રો મોડી રાતના 2 વાગ્યા સુધી દોડશે. ગયા વર્ષે પણ નવરાત્રિ દરમિયાન એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે રાત્રે 10 વાગ્યાથી મોડી રાત સુધી દર 20 મિનિટે મેટ્રો ઉપલબ્ધ રહેશે. ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન લગભગ 5 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. શહેરના એક છેડેથી બીજા છેડે ગરબા રમવા જતા લોકોના પરિવહન અને સુરક્ષિત પરત ફરવાની સુવિધા માટે મેટ્રોનો સમય મોડી રાતના 2 વાગ્યા સુધી લંબાવવામાં આવશે.

પોલીસ કમિશનરે નવરાત્રીના આયોજકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, જો 12 વાગ્યા પછી સોસાયટીઓ, પાર્ટી પ્લોટ, ફ્લેટમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો આયોજક સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પાર્ટી પ્લોટ અને ક્લબમાં યોજાનારી નવરાત્રી માટે સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીના નિયમો પણ આપવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે પરિપત્રમાં જણાવ્યું છે કે પ્લોટ પર હાજર તમામ લોકો માટે સંચાલકો જવાબદાર રહેશે. તેમજ સ્થળ પર સીસીટીવી ફરજિયાત હોવા જોઈએ. જેમાં એન્ટ્રી અને એક્ઝિટ રૂટ અલગ રાખવાના રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી જવા માટે મેટ્રોનું ટાઈમટેબલ જાહેર

આ પણ વાંચો: પીએમ મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું કર્યું લોકાર્પણ

આ પણ વાંચો: મોટેરાથી મહાત્મા મંદિર સુધી 16 સપ્ટેમ્બર પછી અમદાવાદ મેટ્રો દોડશે, પીએમ મોદી ઉદઘાટન કરી શકે