Ahmedabad Metro/ નમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી જવા માટે મેટ્રોનું ટાઈમટેબલ જાહેર

અમદાવાદમાં છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી ચાલતી મેટ્રો રેલ (Ahmedabad Metro) સેવાનો વિસ્તાર કરાયો છે. અમદાવાદના વાસણા APMCથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનની સેવા મળવાની છે. મેટ્રો ટ્રેનનું ટાઈમટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી ચાલતી મેટ્રો રેલ (Ahmedabad Metro) સેવાનો વિસ્તાર કરાયો છે. અમદાવાદના વાસણા APMCથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનની સેવા મળવાની છે. મેટ્રો ટ્રેનનું ટાઈમટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકો અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે આનંદના સમાચાર છે. અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રોની મુસાફરી રાજ્યના નાગરિકો કરી શકશે. 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ કરાવશે. જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી કનેક્ટ થશે. મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી અને અમદાવાદને જોડશે.

અમદાવાદના વાસણા APMCથી ગાંધીનગર સેક્ટર 1 સુધીનું 33.5 કિ.મીનું અંતર કાપતા મેટ્રો ટ્રેનને 65 મિનિટનો સમય લાગશે. જેનું ભાડું 35 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમ(Motera Stadium) થી ગાંધીનગર જવા માટે મેટ્રોનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેન સેવા 17 સપ્ટેમ્બરથી સામાન્ય લોકો સામે શરૂ થશે. આ રૂટમાં GNLU, ગિફ્ટસિટી, રાયસણ ઈન્ફોસિટીના વિસ્તારને આવરી લેવાશે. આગામી સમયમાં મેટ્રો ટ્રેનને સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી દોડશે.

મેટ્રો ટ્રેનના બીજા ફેઝના 21 કિ.મીનો ખર્ચ આશરે 5300 કરોડ થયો છે. જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેનના લીધે અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો પર કનેક્ટિવિટ મળવાને લીધે પ્રવાસીઓને ફાયદો થશે.  આમ અમદાવાદીઓને  અને ગાંધીનગરવાસીઓને મોટી ભેટ મળશે. આના પગલે મેટ્રોની દૈનિક રાઇડરશિપ દૈનિક ધોરણે દોઢ લાખનો આંકડો વર્ષના અંત સુધીમાં વટાવી જાય તેમ માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદીઓ આનંદો, હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે અમદાવાદ મેટ્રો

આ પણ વાંચો: મોટેરાથી મહાત્મા મંદિર સુધી 16 સપ્ટેમ્બર પછી અમદાવાદ મેટ્રો દોડશે, પીએમ મોદી ઉદઘાટન કરી શકે

આ પણ વાંચો: IPL અમદાવાદ મેટ્રોને ફળી, ત્રણ મેચમાં 2.65 લાખ લોકોએ મુસાફરી કરી