Not Set/ અમેરિકાને ખતમ કરી દેવાની ધમકી આપનાર ઓસામા બિન લાદેનનો પુત્ર મરાયો

કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન માર્યો ગયો હોવાનાં મહત્વ પૂર્ણ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ઓસામા બિન લાદેન, આતંકી સંગઠન અલ કાયદાનો નેતા હતો અને હમઝાને ઓસામાનો અનુગામી માનવામાં આવતો હતો. જો કે, અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, હમઝાના મોતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. હમઝાનું મોત ક્યાં થયું અને તે કેવી […]

World

કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન માર્યો ગયો હોવાનાં મહત્વ પૂર્ણ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ઓસામા બિન લાદેન, આતંકી સંગઠન અલ કાયદાનો નેતા હતો અને હમઝાને ઓસામાનો અનુગામી માનવામાં આવતો હતો. જો કે, અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, હમઝાના મોતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. હમઝાનું મોત ક્યાં થયું અને તે કેવી રીતે થયું તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. હમઝાના મોતમાં અમેરીકાનો હાથ છે કે નહીં તે પણ સ્પષ્ટ નથી.

 

અમેરિકન ગુપ્તચર અધિકારીઓએ હમઝાના મોતનો દાવો કર્યો છે. 2015માં ઓસામા બિન લાદેનનાં પુત્ર હમઝા બિન લાદેને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરીકાને ધમકી આપી હતી કે તે તેના પિતાની મોતનો બદલો લેવા અમેરિકા પર હુમલો કરશે અને અમેરીકાને ખતમ કરી દેશે. અમેરીકાને ધમકી આપ્યા બાદ હમઝા પર 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 7 કરોડ રૂપિયાનાં ઇનામની જાહેરાત પણ અમેરીકા દ્વારા કરવામા આવી હતી. 

 

આપને જણાવી દઇએ કે 2 મે, 2011 ના રોજ, અમેરિકન સીલ કમાન્ડોએ પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામા બિન લાદેનની હત્યા કરી હતી. એવું કહેવામાં આવે છે કે તેના પિતાના મૃત્યુ પછી, હમઝા તેની માતા ઓસામા, ખૈરીયાબારની ત્રણ હયાત પત્નીઓ સાથે એબોટાબાદમાં રહેતો હતો.અને અલ કાયદાનાં ચીફ આમેન અલ ઝવાહિરીએ 2015 માં પહેલી વાર હમઝાને બોલાવ્યો હતો. ત્યારબાદ હમઝાએ તેના પિતાની હત્યાનો બદલો લેવાની યુનાઇટેડ સ્ટેટ્સથી ધમકી આપી હતી અને આપત્તિ સર્જાવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન