કાર્તિક વાજા, ઊના@મંતવ્ય ન્યૂઝ
ઊના – ગીરગઢડા તાલુકાના વેળાકોટ ગામની પ્રાથમિક શાળામાં બાળકને આપવામાં આવેલ મધ્યાહન ભોજનનુ રાશનમાં પ્લાસ્ટીકના ચોખાનું વિતરણ કરાતા વાલીઓમાં ભારે રોષ ફેલાયેલ છે. વેળાકોટ ગામની પ્રા.શાળામાં હાલ બાળક કોરોનાના કારણે અભ્યાસ બંધ હોય ત્યારે સરકાર દ્વારા તમામ બાળકો ધોરણ મુજબ મધ્યાહન ભોજનનું રાશન વિતરણ કરવામાં આવે છે.
જેમાં બાળકોને શાળાના શિક્ષકો દ્વારા મધ્યાહન ભોજનની રાશન સામગ્રીમાં ચોખા વિતરણ કરવામાં આવેલ હોય મોટાભાગના ચોખા પ્લાસ્ટીકના જોવા મળતા બાળકોના વાલીઓમાં ભારે રોષ વ્યક્ત કરી અમુક ચોખા પાણીમાં ઓગળતા પણ નથી. અને બાળકોના આરોગ્ય પર ગંભીર બિમારીનો ભોગ બનશે તો જવાબદારી કોની તેવો આક્ષેપ કરેલ હતો.
આ બાબતે ગામના યુવાન મિલનભાઇએ ગીરગઢડા મામલતદારને જાણ કરી હતી. આમ બાળકોને પ્લાસ્ટીકના ચોખાનું વિતરણ કરી બાળકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાનો આક્ષેપ વાલી ઓએ કરી વિરોધ કરેલ હતો. આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા માંગણી ઉઠવા પામેલ છે.
આ વખતે ફોટીફાઇડ ચોખા બાળકોના વિટામીન યુક્ત છે : મામલતદાર
ગીરગઢડાના વેળાકોટ ગામે શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં ચોખા વિતરણ કરેલ તેમાં મોટાભાગના ચોખા પ્લાસ્ટીક જેવા હોય તે બાબતે ગીરગઢડા મામલતદાર કોરડીયાનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આ પ્લાસ્ટીકના ચોખા નથી આ વખતે ફોટીફાઇડ ચોખા આવ્યા છે. તે બાળકોને વિટામીન યુક્ત છે. આ અંગે મધ્યાહન ભોજનાના સુપરવાઇઝરને તપાસ માટે મોકલી આપેલ અને એસએમસી કમીટી પણ બોલાવવામાં આવી હતી.

