મંગળવારે રાત્રે પુણેના તિલક રોડના હીરાબાગ ચોક વિસ્તારમાં એક નશામાં ધૂત યુવતીએ હંગામો મચાવ્યો હતો. યુવતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના રાત્રે 10.30 થી 11 ની વચ્ચે હીરાબાગ ચોકમાં બની હતી.
આ પણ વાંચો :બતક અને વાંદરાએ બતાવી અનોખી મિત્રતા, જુઓ આ વાયરલ વીડિયો
આ યુવતી ખૂબ જ નશામાં ધૂતમાં હતી. બ્લેક જીન્સ અને રેડ ટોપ પહેરેલી નશામાં ધૂત યુવતી રસ્તાની વચ્ચે ઉભી રહીને આવતા લોકોના વાહનોને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. પછી તે રસ્તા પર બેસી ગઈ. બસ અને કાર તેની પાસેથી પસાર થઈ રહી હતી. થોડી વાર પછી તે રસ્તા પર સૂઈ ગઈ.
આ પણ વાંચો :સુઈ રહેલા વ્યક્તિ પાસે અચાનક જ પહોંચી ગયા ચિત્તા, પછી જે થયું…જુઓ આ video
વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી રસ્તા પર સૂઈ રહી છે અને યુવતીને રસ્તા પર પડેલી જોઈને લોકો તેમના વાહનોની ઝડપ ધીમી કરી રહ્યા છે. દરમિયાન, વીડિયોમાં એક યુવતી નશાની હાલતમાં રસ્તા પર ફરી રહી છે અને તે પણ સામે પાર્ક કરેલા વાહનો તરફ સતત ઈશારો કરી રહી છે. એટલું જ નહીં, તે રસ્તાની એક સાઈડ પર ફરી રહી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો.
આ પણ વાંચો :સોશિયલ મીડિયા પર છવાઇ જુનિયર મીરાબાઇ ચાનૂ, જોઇને તમે પણ થઇ જશો ફેન
#PUNE: Drunk Girl Sleeps On Tilak Road, Blocks Traffic; Video Goes Viral
Read in Detail 👆 pic.twitter.com/PxEAm2dBNJ
— Punekar News (@punekarnews) August 4, 2021
