કોંગ્રેસનાં સાંસદ પી.ચિદમ્બરમે દેશની લથળી રહેલી અર્થવ્યવસ્થા અને ઘટતા જીડીપીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે કહ્યું છે કે મોદી સરકાર આર્થિક મોરચે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને તેના પરિણામો બધાની સામે છે. દેશની જીડીપી ક્રેશ થઈ ગઇ છે અને જૂની રીતે જીડીપીને જોવામાં આવે તો તે હાલમાં 1.5 ટકાની નજીક છે. મની લોન્ડરિંગ કેસમાં એક દિવસ અગાઉ જામીન પર છૂટેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિદમ્બરમે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
P Chidambaram, Congress: We will be lucky to end the year if growth touches 5%. Please remember Dr Arvind Subramanian’s caution that 5% under this government, because of suspect methodology, is not really 5% but less by about 1.5%. pic.twitter.com/xIUxUb1eiU
— ANI (@ANI) December 5, 2019
ચિદમ્બરમે કહ્યું, “જો જીડીપી આ વર્ષનાં અંતમાં 5 ટકાની નજીક રહે તો તે રાહતની વાત હશે.” તેમણે એમ પણ કહ્યું કે ડૉ. સુબ્રમણ્યમે કહ્યું છે કે આ સરકારે જીડીપી માપવાની રીત બદલી નાખી છે. જેને હવે 5 ટકા કહેવામાં આવે છે તે ખરેખર 1.5 ટકા છે. ચિદમ્બરમે કહ્યું કે અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે અને મોદી તેના પર મૌન ધારણ કરી રહ્યા છે. તેઓએ આનો જવાબ રાષ્ટ્રને આપવો જોઈએ.
P. Chidambaram, Congress: I am particularly concerned about the political leaders who have been detained without charges. Freedom is indivisible, if we must preserve our freedom, we must fight for their freedom. https://t.co/eS5HbMtWmB
— ANI (@ANI) December 5, 2019
કાશ્મીરમાં 4 ઓગસ્ટથી જાહેર પ્રતિબંધો અને સેંકડો નેતાઓની અટકાયત અંગે ચિદમ્બરમે કહ્યું હતું કે, “હું ગઈકાલે જેલની બહાર આવ્યો અને આઝાદીથી હવામાં શ્વાસ લીધો.” સૌ પ્રથમ, મને કાશ્મીરનાં 75 લાખ લોકોનો ખ્યાલ આવ્યો જે 4 ઓગસ્ટથી પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે. પૂર્વ મંત્રીએ કહ્યું કે, હું ખાસ કરીને એવા નેતાઓની ચિંતા કરું છું કે જેઓને કોઈપણ આરોપ વિના અટકાયતમાં લેવામાં આવ્યા છે. સ્વતંત્રતા હક છે. આપણે તેમની આઝાદી માટે લડવું જોઈએ.
WATCH: P Chidambaram addresses the media in Delhi https://t.co/Vj2aR8CmPR
— ANI (@ANI) December 5, 2019
ઉલ્લેખનીય છે કે, પી ચિદમ્બરમ 106 દિવસની જેલ બાદ બુધવારે જામીન પર બહાર આવ્યા છે. ચિદમ્બરમ પર આરોપ છે કે તેઓ 2007 માં કેન્દ્રીય નાણાં પ્રધાન હતા ત્યારે વિદેશીથી આઈએનએક્સ મીડિયા ગ્રુપ દ્વારા મળેલા 305 કરોડનાં ભંડોળ દરમિયાન વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડની મંજૂરીમાં ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. 21 ઓગસ્ટે સીબીઆઈએ તેમની ઘરેથી ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
