Not Set/ ચિદમ્બરમનાં આર્થિક પ્રહારોની અસર ? કેન્દ્રીય મંત્રીને જામીનની શરતો યાદ અપાવી પડી !

106 દિવસની જેલ બાદ મુક્ત થયેલા પૂર્વે નાણાંમંત્રી બધાની અપેક્ષા મુજબ જેલ મુક્તિનાં પહેલા જ દિવસે સરકાર સામે આર્થિક બાબતોએ મોરચો ખોલી ચૂક્યા છે અને સરકારને અનેક પ્રકારે ઘેરામાં લેતા પી. ચિદમ્બરમએ તો ત્યાં સુધી પ્રહારો કરી નાખ્યા છે કે, આર્થિક મામલે મોદી સરકાર ક્લૂલેસ છે. પી. ચિદમ્બરમ દ્વારા જે રીતે સરકાર પર આર્થિક મામલે […]

Top Stories India

106 દિવસની જેલ બાદ મુક્ત થયેલા પૂર્વે નાણાંમંત્રી બધાની અપેક્ષા મુજબ જેલ મુક્તિનાં પહેલા જ દિવસે સરકાર સામે આર્થિક બાબતોએ મોરચો ખોલી ચૂક્યા છે અને સરકારને અનેક પ્રકારે ઘેરામાં લેતા પી. ચિદમ્બરમએ તો ત્યાં સુધી પ્રહારો કરી નાખ્યા છે કે, આર્થિક મામલે મોદી સરકાર ક્લૂલેસ છે. પી. ચિદમ્બરમ દ્વારા જે રીતે સરકાર પર આર્થિક મામલે હુમલો કરવામાં આવી રહ્યો છે. તેના પડઘા સરકારમાં જોવામાં આવી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે અને કેન્દ્વીય મંત્રી દ્વારા આપયેલા નિવેદનમાં આવ સ્પષ્ટ પ્રતિત થઇ રહ્યું હોય તેવુ કદાચ લાગી રહ્યું છે.

પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર  દ્વારા તેમની બેલ(જામીન)ની શરતો યાદ દેવડાવવામાં આવી હતી. કેન્દ્વીય મંત્રીએ પોતાનાં એક નિવેદનમાં કહ્યું કે, પી ચિદમ્બરમ જીએ પહેલા જ દિવસે તેમની જામીન શરતોનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે તેમને જામીન માટેની શરત તરીકે આ કેસ(INX મીડિયા કેસ) અંગે જાહેરમાં નિવેદન ન આપવા કહ્યું હતું, પરંતુ ચિદમ્બરમ જીએ આજે ​​કહ્યું હતું કે, એક મિનિસ્ટર તરીકેનો તેમનો રેકોર્ડ ખૂબ સ્પષ્ટ હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.