Not Set/ પદ્માવતને દુનિયાની 3 ભાષામાં રીલીઝ કરવામાં આવશે

11:30 am મુંબઈ, વિવાદોના વંટોળમાં ફસાયેલ સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત વર્લ્ડવાઈડ ત્રણ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે. જેમાં હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે. ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થવાની છે. જાકે કેટલાક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. સંજયલીલા ભણસાલીની  આ ફિલ્મ શુટિંગના દિવસોથી જ વિવાદમાં રહી છે. શુટિંગ દરમિયાન સંજયલીલા ભણસાલી સાથે […]

Entertainment
padmavati પદ્માવતને દુનિયાની 3 ભાષામાં રીલીઝ કરવામાં આવશે
11:30 am
મુંબઈ,
વિવાદોના વંટોળમાં ફસાયેલ સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત વર્લ્ડવાઈડ ત્રણ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે. જેમાં હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે. ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થવાની છે. જાકે કેટલાક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. સંજયલીલા ભણસાલીની  આ ફિલ્મ શુટિંગના દિવસોથી જ વિવાદમાં રહી છે. શુટિંગ દરમિયાન સંજયલીલા ભણસાલી સાથે મારામારીની ઘટનાઓ પણ સામે આવી હતી. આ ફિલ્મ ૧ ડિસેમ્બરે રીલીઝ થવાની હતી. જાકે, કેટલાક સંગઠનો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવતા તેમણે તેમ થવા દીધુ નહીં. ત્યારબાદ આ ફિલ્મને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. જાકે અંતે ફિલ્મના ટાઈટલ સહિત અન્ય કેટલાક ફેરફાર સાથે સેન્સર બોર્ડે ફિલ્મને રીલીઝ કરવાની મંજુરી આપી છે. ફિલ્મનુ નામ પદ્માવતીથી બદલીને પદ્માવત કરવામાં આવ્યુ છે. તેમજ ફિલ્મના ઘુમ્મર ગીતમાં દીપિકા પાદુકોણની કમર અને પેટના ભાગને સ્પેશિયલ ગ્રાફિકથી છુપાવવામાં આવ્યો છે. જાકે તેમ છતાં ફિલ્મનો વિરોધ યથાવત છે.